Twitter new Feature: સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરે પોતાના યૂઝર્સને વધુ એક ખાસ ફિચર આપ્યુ છે. ટ્વીટરને મેટાના થ્રેડ્સથી સખત ટક્કર મળી રહી છે. માત્ર 5 દિવસમાં થ્રેડ્સએ 100 મિલિયનનો યૂઝરબેઝ બનાવી લીધો છે. કેટલાય યૂઝર્સ ટ્વીટર પરથી થ્રેડ્સ પર સ્વિચ કરી રહ્યાં છે. આ દરમિયાન કંપનીએ ટ્વીટર યૂઝર્સ માટે એક નવી ફેસિલિટી લૉન્ચ કરી છે, જે તેમને સ્પામ મેસેજીથી સુરક્ષિત કરશે. ખરેખર, અત્યારે બધા લોકોને ટ્વીટર પર અનેક પ્રકારના સ્પામ મેસેજ મળે છે. કેટલાય યૂઝર્સે આ અંગે એલન મસ્ક અને કંપનીને ફરિયાદ કરી હતી. હવે કંપનીએ સ્પામને રોકવા માટે એક નવું ફિચર રિલીઝ કર્યું છે, જે 14 જુલાઈથી લાઈવ થઈ ગયું છે.


નવી ફેસિલિટીની ઓન કરવા પર તમને DM માં ખૂબ ઓછા સ્પામ મેસેજી મળશે અને તમે નક્કી કરી શકશો કે તમને કોણ મેસેજ મોકલી શકે છે. તમને સેટિંગ્સ અને પ્રાઇવસી અંતર્ગત DM વિભાગમાં નવો ઓપ્શન મળશે. અહીં તમારે ક્વૉલિટી ફિલ્ટરનો ઓપ્શન પસંદ કરવાનો છે. આ કર્યા પછી તમે ફક્ત તે જ લોકોના DM મેસેજ જોશો જેમને તમે અનુસરો છો. વેરિફાઈડ યૂઝર જેમને તમે ફોલો નથી કરતા, તેમના મેસેજ રિક્વેસ્ટ પર જશે. ધ્યાન રહે તમે કોઈપણ સમયે સેટિંગ બદલી શકો છો.




કન્ટેન્ટ ક્રિએટર્સને કંપની આપી રહી છે પૈસા - 
ટ્વીટર પણ YouTube જેવા કન્ટેન્ટ ક્રિએટર્સને પૈસા ચૂકવી રહ્યું છે. જોકે શરૂઆતમાં થોડા જ લોકોને પૈસા મળી રહ્યા છે. હકીકતમાં, કંપની પસંદગીના યૂઝર્સની સાથે જાહેરાતની આવક વહેંચી રહી છે. આવક મેળવવા માટે ટ્વીટર યૂઝર્સને કેટલીક શરતો પણ પૂરી કરવી પડશે. ટ્વીટર યૂઝરના એકાઉન્ટમાં છેલ્લા 3 મહિનામાં દર મહિને 5 મિલિયનથી વધુ ટ્વીટ ઈમ્પ્રેશન્સ હોવા જોઈએ. ઉપરાંત પ્રૉફાઇલ પુરી હોવી જોઈએ એટલે કે બધી માહિતી તેમાં હોવી જોઈએ.


વાંચવાની મર્યાદા પૂરી થયા પછી પણ ટ્વિટર ચલાવવા માંગો છો? આ રીતે તમે જોઈ શકશો નવા ટ્વીટ


એલોન મસ્કે ટ્વિટર વપરાશકર્તાઓ માટે વાંચવાની મર્યાદા નક્કી કરી છે. આ અંતર્ગત બ્લુ ટિક યુઝર્સ એક દિવસમાં 10,000 પોસ્ટ, અનવેરિફાઇડ યુઝર્સ 1,000 પોસ્ટ અને નવા ઉમેરાયેલા યુઝર્સ એક દિવસમાં માત્ર 500 પોસ્ટ જોઈ શકશે. મર્યાદા પૂરી થયા પછી, Twitter એપ્લિકેશન કામ કરશે નહીં અને તમે લૉક થઈ જશો. મતલબ કે તમે તાજી ટ્વીટ જોઈ શકશો નહીં. પરંતુ આજે અમે તમને એક એવી પદ્ધતિ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે મર્યાદા પૂરી થયા પછી પણ ફ્રેશ ટ્વીટ જોઈ શકશો.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial