Upcoming Smartphone: આગામી અઠવાડિયે દેશ અને વિદેશમાં કેટલાય શાનદાર સ્માર્ટફોન્સ લૉન્ચ થઇ રહ્યાં છે, ટેક દિગ્ગજ એપલે પોતાની આઇફોન 14 સીરીઝને લૉન્ચ કરી દીધી છે, હવે આ કડીમાં નેક્સ્ટ વીકમાં ધાંસૂ ફોન માર્કેટમાં આવી રહ્યાં છે. જાણો કયા કયા છે અહીં....   


Poco M5: - 
આ સ્માર્ટફોનને 5 સપ્ટેમ્બરે સાંજે 5:30 વાગે ગ્લૉબલી લૉન્ચ કરવામાં આવશે. ફ્લિપકાર્ટ પર આનુ પેજ લાઇવ થઇ ચૂક્યુ છે. જે પ્રમાણે ડિવાઇસમાં 6nm MediaTek Helio G99 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, ફોનમાં 6GB સુધી RAM + 128GB સુધી ઇન્ટરનલ સ્ટૉરેજ, 6.58 ઇંચ વાળી FHD+ ડિસ્પ્લે, 90Hz રિફ્રેશ રેટ અને ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. 


Realme C33: - 
રેડમી ઉપરાંત 6 સપ્ટેમ્બરે રિયલમી પણ Realme C33 લૉન્ચ કરવા જઇ રહી છે. આના લેન્ડિંગ પેજ અનુસાર, Realme C33 ડ્યૂલ રિયર કેમેરા સેટઅપની સાથે લૉન્ચ થશે. જેનો પ્રાઇમરી કેમેરો 50MP નો હોઇ શકે છે. આ ઉપરાંત આ ફોનના કેમેરામાં ઘણાબધા સ્પેશ્યલ ફોટોગ્રાફી મૉડસ આપવાની વાત કહેવામાં આવી રહી છે. આ ફોનમાં 5000mAhની બેટરી મળશે, જેના માટે કંપનીએ દાવો કર્યો છે કે આ 37 દિવસનો સ્ટેન્ડબાય ટાઇમ આપશે. આ ઉપરાંત ફોનમાં અલ્ટ્રા -સેવિંગ મૉડ પણ મળી શકશે. 


Redmi 11 Prime 5G: - 
રેડમી 6 સપ્ટેમ્બર 2022એ Redmi 11 Prime 5G લૉન્ચ કરવાની છે. આ સ્માર્ટફોનમાં octa-core MediaTek Dimensity 700 પ્રૉસેસર આપવામાં આવી શકે છે. સાથે જ કંપની ફોનમાં 6GB LPDDR4x RAM આપી શકે છે. આમાં 5000mAh બેટરીની સાથે 50MP નો મેન કેમેરો અને 128GB UFS 2.2 સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. આની કિંમતને લઇને કોઇ ખુલાસો નથી કર્યો. 


Redmi A1: - 
Redmi A1એ પણ Redmi 11 Prime 5Gની સાથે લૉન્ચ કરવામાં આવશે, આમાં 5000mAhની બેટરી મળી શકે છે. ફોન MediaTek Helio પ્રૉસેસર આપવામાં આવી શકે છે. ફોનને Black, Blue અને Green કલર ઓપ્શનમાં લૉન્ચ કરવામાં આવશે. આમાં રિયર માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવી શકે છે. આ ઉપરાંત હજુ ફોનના અન્ય સ્પેશિફિકેશન્સનો ખુલાસો નથી થઇ શક્યો. 


 


Apple Discontinues iPhone Models after iPhone 14 Launch: એપલે પોતાની નવી સીરીઝ iPhone 14 ને દુનિયાની સામે મુકી દીધી છે. આ સીરીઝ અંતર્ગત એપલે પોતાના દમદાર અને નવી જનરેશના આઇફોન મૉડલને લૉન્ચ કરી દીધા છે. આ લૉન્ચ ઇવેન્ટ બાદ માર્કેટમાં કેટલાક ફેરફાર જોવા મળ્યા છે. આમાં સૌથી મોટો ફેરફાર એપલે પોતાના જુના મૉડલને બંધ કરી દીધા છે, તો કેટલાક મૉડલની કિંમત ઘટાડી દીધી છે. એપલે પોતાની ઓફિશિયલ વેબસાઇટ પરથી કેટલાક જુના આઇફોન મૉડલ્સના સેલને ડિસકન્ટીન્યૂ કરી દીધા છે.


Appleએ આઇફોનના સેલને કરી દીધુ બંધ - 
આઇફોન 14 લૉન્ચ થતાંની સાથે જ કંપનીઓ પોતાના જુના મૉડલ્સની સીરીઝની ઓફિશિયલ વેબસાઇટ પરથી હટાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે iPhone 13ને લૉન્ચ કરવામાં આવ્યો હતો, તો સાથે સાથે iPhone 13 Max અને iPhone 13 Pro પણ લૉન્ચ કરવામાં આવ્યા હતા. પણ હવે કંપનીએ ઓફિશિયલ વેબસાઇટ પર માત્ર iPhone 13ને જ સેલ માટે ઉપલબ્ધ રાખ્યો છે. જેનો અર્થ સ્પષ્ટ છે કે, હવે કંપની iPhone 13 Max અને iPhone 13 Pro બન્ને આઇફોન્સને સેલ માટે બંધ કરી દીધા છે.


એ પણ જાણી લો કે iPhone 12 Mini અને iPhone 11 પણ હવે અવેલેબલ નથી. iPhone 11 સીરીઝને એપલે 2019 માં લૉન્ચ કરી હતી. આની સાથે કહેવામાં આવી શકે છે કે, હવે ફેન્સની પાસે iPhone 13 ખરીદવા માટે એક બેસ્ટ મોકો છે. કેમ કે આની કિંમત ઓછી થઇ છે, સાથે આ ઘણીબધી ઓફર સાથે ખરીદી શકાય છે.


 


Apple Products Delivery Date: એપલે એપલ ફાર આઉટ ઇવેન્ટ 2022માં આઠ નવી પ્રૉડક્ટ્સને લૉન્ચ કરી છે. આમાં 8 પ્રૉડક્ટ્સમાં ચાર નવા iPhones, Apple Watch ના ત્રણ મૉડલ અને AirPods પ્રૉ સામેલ છે, આ તમામ નવી પ્રૉડ્ટ્સના પ્રી-ઓર્ડર અને ડિલીવરીની તારીખો અલગ અલગ છે. જો તમે નવી Apple પ્રૉડક્ટ્સને ખરીદવા ઇચ્છો છો, તો તે તારીખી અમે અહીં બતાવી રહ્યા છીએ જેનુ ખાસ ધ્યાન રાખવાનુ છે. 


Apple iPhone 14 - 
આઇફોન 14 માટે પ્રી-ઓર્ડર- 9 સપ્ટેમ્બરથી 
આઇફોન 14 ક્યારે ઉપલબ્ધ થશે- 16 સપ્ટેમ્બરથી 


Apple iPhone 14 Plus -
આઇફોન 14 પ્લસ માટે પ્રી-ઓર્ડર - 9 સપ્ટેમ્બરથી 
આઇફોન 14 પ્લસ ક્યાં સુધી ઉપલબ્ધ થશે - 07 ઓક્ટોબરથી 


Apple iPhone 14 Pro - 
આઇફોન 14 પ્રૉ માટે પ્રી-ઓર્ડર - 9 સપ્ટેમ્બરથી 
આઇફોન 14 પ્રૉ ક્યાં સુધી ઉપલબ્ધ થશે - 16 સપ્ટેમ્બરથી 


iPhone 14 Pro Max - 
આઇફોન 14 પ્રૉ મેક્સ માટે પ્રી-ઓર્ડર- 9 સપ્ટેમ્બરથી 
આઇફોન 14 પ્રૉ મેક્સ ક્યારે ઉપલબ્ધ થશે - 16 સપ્ટેમ્બરથી 


 


Appleની તમામ નવી પ્રૉડક્ટ્સની કિંમતો - 
iPhone 14: - કિંમત 79,900 રૂપિયાથી શરૂ
iPhone 14 Plus: - કિંમત 89,900 રૂપિયાથી શરૂ
iPhone 14 Pro: - કિંમત 1,29,900 રૂપિયાથી શરૂ 
iPhone 14 Pro Max: - કિંમત 1,39,900 રૂપિયાથી શરૂ
Apple Watch Ultra: - કિંમત 89,900 રૂપિયાથી શરૂ
Apple Watch Series 8: - કિંમત 45,900 રૂપિયાથી શરૂ
Apple Watch SE: - કિંમત 29,900 રૂપિયાથી શરૂ 
AirPods Pro: - કિંમત 26,900 રૂપિયાથી શરૂ