Nothing Phone 1 Green Tint Issue: તાજેતરમાં જ લૉન્ચ થયેલા Nothing Phone 1ના કેટલાક યૂઝર્સે પોતાના હેન્ડસેટમાં આવી રહેલી સમસ્યાઓને રિપોર્ટ કરી છે. કેટલાક યૂઝર્સે દાવો કર્યો છે કે તેને મળેલી ફોનની સ્ક્રીન પર ગ્રીન ટિન્ટ (Green Tint) દેખાય છે. વળી, કેટલાક યૂઝર્સે ટ્વીટર (Twitter) પર ફોનમાં આવી રહેલી સમસ્યાઓની નાની ક્લિપ્સ પણ શેર કરી છે. કેટલાક યૂઝર્સને એવુ પણ કહેવુ છે કે રિપ્લેસમેન્ટ ફોનમાં પણ આ સમસ્યાઓ જોવા મળી રહી છે.
ગયા અઠવાડિયે Nothingએ પોતાનો પહેલો ફોન લૉનચ્ કર્યો હતો, અને ત્યારથી કંપની વિવાદોનો સામનો કરી રહી છે. સૌથી પહેલા સાઉથ ઇન્ડિયન કૉન્ટેન્ટ ક્રિએટર્સને રિવ્યૂ યૂનિટ ના મોકલવાને લઇને અને આ પછી ફોનમાં IP53 રેટિંગ હોવા છતાં કેમેરા મૉડ્યૂલમાં મૉસ્ચ્યૂર આવવાની સમસ્યાઓ જોવા મળી રહી હતી.
ડેટ પિક્સલનો પ્રૉબ્લમ પણ કરવામાં આવ્યો રિપોર્ટ -
કેટલાક યૂઝર્સે નથિંગ ફોન 1 ની સ્ક્રીન પર જોવા મળેલા ગ્રીન ટિન્ટના વીડિયો પણ ઓનલાઇન પૉસ્ટ કર્યા છે. એક યૂઝરે ફરિયાદ કરી કે તેને હૉલ પંચ કેમેરા કટઆઉટની પાસે એક ડેડ પિક્સલ વાળો ફોન મળ્યો છે. કેટલાક યૂઝર્સે પોતાની સમસ્યાઓ reddit પર પૉસ્ટ કરી છે. વળી, કંપનીએ પણ યૂઝર્સની આ સમસ્યાઓનું સંજ્ઞાન લીધુ અને સમાધાન કરવાનો વિશ્વાસ આપ્યો છે.
કેટલાક ફોન્સમાં આવી ચૂકી છે ગ્રીન ટિન્ટની સમસ્યા -
જોકે, એવુ પહેલીવાર નથી થયુ કે કોઇ ફોનની ડિસ્પ્લેમાં ગ્રીન ટિન્ટ અને ડેડ પિક્સલની સમસ્યા ના આવી હોય. OLED ડિસ્પ્લે વાળા કેટલાય સ્માર્ટફોન જેવા કે Pixel 6, Pixel 6 Pro, iPhone 12, Galaxy Note 20 Ultra, માં પણ ટિન્ટની સમસ્યા જોવા મળી હતી. જોકે, આ ફોન્સમાં કલર ટિન્ટની સમસ્યા સૉફ્ટવેર અપડેટથી સૉલ્વ કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો..
Cheteshwar Pujara: કાઉન્ટીમાં ચેતેશ્વર પૂજારાએ ફરી ફટકારી બેવડી સદી, તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ
Inflation: વૈશ્વિક ફુગાવાનો ભય વધ્યો, હવે બ્રિટનમાં ફુગાવો 40 વર્ષની ટોચે, વ્યાજદરમાં પણ વધારો
Horoscope Today 21 July 2022: મેષ, મિથુન, કર્ક, તુલા રાશિ સહિત જાણો, તમામ 12 રાશિઓનું રાશિફળ