FAU-G નો શું છે ચાર્જ....
પબજીને ટક્કર આપવા માટે ભારતમાં જે ગેમ લૉન્ચ કરવામાં આવી છે, તેના માટે યૂઝર્સે રૂપિયા ચૂકવવા પડી શકે છે. FAUG ગેમ ભારતમાં ફ્રી લૉન્ચ કરવામાં આવી છે. તમે આને ગૂગલ પ્લે સ્ટૉરમાંથી બિલકુલ ફ્રી ડાઉનલૉડ કરી શકો છો. જોકે FAU-G ગેમની આ એપ્સ અપગ્રેડ માટે તમારે પે કરવુ પડશે. યૂઝર્સ આ માટે 19, 149, 299, 599, 1299 અને 2999 રૂપિયા સુધી આપવા પડી શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ગેમની કુલ કમાણીનો 20 ટકા હિસ્સો ભારતના વીર ફંડમાં આપવામાં આવશે.
(પ્રતિકાત્મક તસવીર)
શું છે FAU-G અને PUBGમાં અંતર....
FAU-G વિના મલ્ટીમૉડની સાથે લૉન્ચ કરવામાં આવી છે, જ્યારે PUBGમાં મલ્ટીલેયર મૉડ આપવામાં આવ્યા હતા, આ બન્ને ગેમની વચ્ચેનો મોટો ફરક છે. આ ઉપરાંત ગ્રાફિક્સમાં પણ FAU-G ગેમ PUBGથી પાછળ દેખાઇ રહી છે. FAUG ગેમની સાઇઝ 500MB છે. જ્યારે PUBGનું lite વર્ઝન ભારતમાં આગામી સમયમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત FAU-Gને હિન્દી ભાષામાં પણ લૉન્ચ કરવામાં આવી છે, જ્યારે પબજી ઇગ્લિંશમાં અવેલેબલ હતી.