સ્માર્ટફોનનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. જો કે, ઘણી વખત સુરક્ષા ખામીઓને લઈને અહેવાલો આવતા રહે છે. ફરી એકવાર ઘણા ફોન માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારત સરકારની એક એજન્સી દ્વારા આ ચેતવણી આપવામાં આવી છે.






 


એલર્ટમાં Samsung Galaxy, OnePlus, Oppo, Vivo, Xiaomiના સ્માર્ટફોન સામેલ છે. આ તમામ ફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. નોંધનીય છે કે ગૂગલનું એન્ડ્રોઈડ ખૂબ જ લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ છે. યુઝર્સ તેનો ઉપયોગ માત્ર કોલિંગ માટે જ નહીં પણ નેટ બેન્કિંગ જેવી વસ્તુઓ કરવા માટે પણ કરે છે.


આ કારણે તમારો ઘણો સંવેદનશીલ ડેટા પણ આ ફોનમાં સંગ્રહિત છે. પ્રાઇવેટ માહિતીને સુરક્ષિત રાખવા માટે Google સમયાંતરે ઑપરેટિંગ સિસ્ટમ માટે સિસ્ટમ અપડેટ્સ રિલીઝ કરે છે. હવે ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ અથવા CERT-In એ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.


ઘણા ફોન જોખમમાં છે


CERT-In એ Samsung Galaxy, OnePlus, Oppo, Vivo, Xiaomi, Realme અને અન્ય Android ફોન્સ માટે ચેતવણી આપી છે. નોંધનીય છે કે CERT-In ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ આવે છે.


એન્ડ્રોઇડ સિસ્ટમમાં ખામીને કારણે Android OS 10, 11, 12, 12L અને 13 પર ચાલતા ફોન જોખમમાં છે. CERT-In અનુસાર, Android OS ફ્રેમવર્ક, મીડિયા ફ્રેમવર્ક, સિસ્ટમ કંપોનન્ટ , Google Play સિસ્ટમ અપડેટ્સ, કર્નલ, મીડિયાટેક કંપોનેંટ્સ, Unisoc કંપોનેંટ્સ, ક્વોલકોમ કંપોનેંટ્સ  અને ક્વોલકોમ ક્લોઝ સોર્સ કંપોનેંટ્સ ને કારણે સંવેદનશીલ હોવાનું જણાયું છે.


આનો ફાયદો ઉઠાવીને હેકર્સ ટાર્ગેટના ડિવાઇસમાંથી સંવેદનશીલ માહિતી મેળવી શકે છે. આનાથી બચવા માટે  જેમ જેમ મોબાઇલ મૈન્યુફ્રેક્ચરિંગ સિસ્ટમ અપડેટ રિલીઝ કરે છે, તમારે તરત જ તેને અપડેટ કરવું પડશે. તમે ફોનના સેટિંગમાં જઈને અપડેટ ચેક કરી શકો છો.


February 2023: આ મહિને ભારતમાં લૉન્ચ થઇ રહ્યાં છે આ પાંચ બેસ્ટ સ્માર્ટફોન, હટકે છે બધા ફિચર્સ....


Upcoming Smartphone February 2023: Samsung Galaxy S23 5G થી લઇને OnePlus 11 સુધી કેટલાય સ્માર્ટફોન ફેબ્રુઆરીમાં લૉન્ચ થવાના છે, જેના વિશે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ. જુઓ અહીં અપકમિંગ સ્માર્ટફોન્સ.... 


અપકમિંગ સ્માર્ટફોન્સ 2023.... 


OnePlus 11 : - 
વનપ્લસનો આ પ્રીમિયમ ફોન 7 ફેબ્રુઆરીએ ભારતમાં લૉન્ચ થવાનો છે. ફ્લેગશિપ ડિવાઇસ હોવાના કારણે ફોનની કિંમત વધુ હશે. આ સ્માર્ટફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ હોવાની સંભાવના છે. આ ઉપરાંત હેન્ડસેટમાં 120Hz રિફ્રેશ રેટ, AMOLED ડિસ્પ્લે અને Snapdragon 8 Gen 2 પ્રૉસેસર અને શાનદાર ફિચર્સ આવવાની સંભાવના છે. આમ તો વનપ્લેસ 11 ને આ વર્ષની શરૂઆતમાં ગ્લૉબલી લૉન્ચ કરવામાં ચૂક્યો છે. 


Infinix Zero 5G 2023 : - 
ઇનફ્લિક્સએ અધિકારિક રીતે Infinix Zero 5G 2023ની લૉન્ચ ડેટનો ખુલાસો કર્યો છે. આ સીરીઝ 4 ફેબ્રુઆરી, 2023 એ લૉન્ચ થવા માટે પુરેપુરી રીતે તૈયાર છે. Zero 5G 2023 ગયા વર્ષે 20,000 રૂપિયાની કિંમતની સાથે લૉન્ચ થયેલા Zero 5Gનો સક્સેસર હશે. સામે આવેલી ડિટેલ્સના આધાર પર એ અનુમાન લગાવવામાં આવી શકે છે, નવો 2023 વર્ઝન પણ લગભગ 20,000 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવશે