V17 Proના સ્પેસિફિકેશનની વાત કરીએ આ ફોનમાં 6.44- ઈંચ FHD+ (1080x2440 પિક્સલ) Super AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ 9 પાઈ બેઝડ ફનટચ 9.1 ઓએસ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 8GB સુધી રેમ અને 128GBGB સુધી સ્ટોરેજ આપવામાં આવી છે.
સ્માર્ટફોનમાં ફ્રન્ટ અને રિઅર એમ કુલ 6 કેમેરા છે. સેલ્ફી માટે 32 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સલના કેમેરા છે. આ સિવાય ફોનમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. કનેક્ટિવિટી માટે USB ટાઈપ-સી પોર્ટ સપોર્ટ આપવામાં આવ્યું છે. બેટરી 4,100mAh
આ ફોનની કિંમત 29,990 રૂપિયા છે. જેનું પ્રિ-બુકીંગ 20 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે. ફોનનો પ્રથમ સેલ 27 સપ્ટેમ્બરે થશે.