નવી દિલ્હીઃ વેલેન્ટાઇન વીકની દરેક જગ્યાએ લોકો ધામધૂમથી ખુશી સાથે ઉજવણી કરી રહ્યાં છે. ઠેર ઠેર યુવાઓ પોતાના પાર્ટનર અને પ્રેમી-પ્રેમિકાઓને ખાસ ગિફ્ટ આપીને આ વીકને ખાસ બનાવવાની કોશિશ કરી રહ્યાં છે. જો તમે પણ તમારા પાર્ટનરને એક સારી ગિફ્ટ આપવા ઇચ્છતા હોય તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. તમે ઇ-કોમર્સ સાઇટ અમેઝૉન અને ફ્લિપકાર્ટ પર સ્માર્ટફોન પર મોટુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

iPhone 12 mini પર ડિસ્કાઉન્ટઃ અમેઝોન પર iPhone 12 mini ડિસ્કાઉન્ટ બાદ 65,900 પર લિસ્ટેડ કરવામાં આવ્યો છે. જો તમે HDFC બેન્ક ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો તો 6,000 રૂપિયાની છૂટ અને એક્સચેન્જ પર 12,400 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળશે. HDFCની આ ઓફર સ્ટાન્ડર્ડ iPhone 12 પર પણ મળશે. તમને iPhone 12 સીરીઝ ખરીદવા પર માત્ર ચાર્જિંગ કેબલ મળશે, એડપ્ટર તમારે ખુદ ખરીદવુ પડશે. તમારે Apple MagSafe ચાર્જર માટે 4,500 રૂપિયા ખર્ચ કરવો પડશે.

Samsung Galaxy S21 5G પર ઓફરઃ વેલેન્ટાઇન ઓફરમાં Samsung Galaxy S21 5G પર ભારે ડિસ્કાઉન્ટ છે. કંપનીની ઓફિશિયલ સાઇટ પર 8GB + 128GB વેરિએન્ટ તમને 69,999 રૂપિયામાં મળશે, સેમસંગ ડેઝ સેલમાં કંપની HDFC બેન્ક કાર્ડ્સ પર 5,000 રૂપિયાનુ કેશબેક અને એક્સચેન્જમાં 10,000 રૂપિયા સુધીની છૂટની ઓફર મળી રહી છે.

Oppo Reno 5 Pro 5G પર ડિસ્કાઉન્ટઃ-- તમને વેલેન્ટાઇન ડે પ્રસંગે આ ફોન 35,990 રૂપિયાની જગ્યાએ 33,490 રૂપિયામાં જ મળી રહ્યો છે. HDFC બેન્ક કાર્ડ્સ પર તમને 2,500 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમને આ ઓફર અમેઝોન પર મળશે. આ ઉપરાંત ફ્લિપકાર્ટ પર પણ પ્રીપેડ ઓર્ડર પર Vivo X50 સીરીઝ તમને 5,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે મળશે.