VI, Jio અને Airtel ના એવા અનેક પ્લાન છે જેમાં યૂઝર્સે ફ્રી કોલિંગની સાથે અન્ય સુવિધાનો લાભ મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને 3 GB કે તેનાથી વધારે હાઇસ્પીડ ડેટા દરરોજ મળશે. આ પ્લાન ઘણા સસ્તા છે. આ પ્લાન 12 GB ડેટા લિમિટની સાથે આવે છે. તેમાં ગ્રાહક પોતાની જરૂરિયાત મૂજબ કોલિંગ કે ડેટા બેનિફિટ્સવાળા રિચાર્જ પ્લાન પસંદ કરી શકે છે.
Jio પ્લાન
149 પ્લાન- 149 રૂપિયાવાળો રિચાર્જ પ્લાનમાં વેલિડિટી 24 દિવસની છે. આ પ્લાનમાં અનલિમિટેડ વાઇસ કોલિંગ મળે છે. ડેટા બેનિફિટની વાત કરવામાં આવે તો આ પ્લાનમાં રોજ 1 GB ડેટા મળે છે એટલે કે કુલ મળીને 24 GB ડેટા મળે છે.
329 પ્લાન- 329 રૂપિયાવાળો રિચાર્જ પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. આ ઉપરાંત 6 GB ડેટા અને 1000 SMS સુવિધા મળે છે. આ સાથે જ Jio Appsનું સબ્સક્રિપ્શન પણ મળે છે. આ પ્લાનની વેલિડીટી 84 દિવસની છે.
Vi રિચાર્જ પ્લાન
299 પ્લાન- 299 રૂપિયામાં 28 દિવસની વેલિડિટી અને દરરોજ 4GB ડેટા મળે છે. કુલ 112 GB ડેટા મળે છે. આ પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. દરરોજ 100 SMSની સુવિધા પણ આ પ્લાનમાં છે. Binge All Night ઓફર અને ડબલ ડેટાનો ફાયદો અને વીકેન્ડ ડેટા રોલઓવરનો ફાયદો મળે છે. Vi Movies અને TVનું સબ્સક્રિપ્શન આ પ્લાનમાં ફ્રી મળે છે.
699 પ્લાન- વોડાફોન આઇડિયાના 699 રૂપિયાના રિચાર્જમાં યૂઝર્સને લાભ જ લાભ છે. જો તમે Viનું 699નું રિચાર્જ કરાવો છો તો આપને 84 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 4 GB ડેટા, કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને Vi Movies & TV appનું સબ્સક્રિપ્શન મળે છે.
Airtel રિચાર્જ પ્લાન
398 પ્લાન- એરટેલના આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 SMSની સાથે આવે છે. તેમાં યૂઝર્સને 84 GB ડેટા મળે છે. તેમાં યૂઝર્સને Airtel Xstream પ્રીમિયમ અને Wynk મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.
448 પ્લાન- આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાન એક વર્ષ માટે Disney+Hotstar VIP સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 SMSની સુવિધા મળે છે. તેમાં આપને 84GB ડેટા મળે છે. તેની સાથે જ એરટેલ પ્રીમિયમ અને Wynk મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.