નવી દિલ્હીઃ વીડિયો એપ ટિક ટોક પર ગેરકાયદેસર રીતે 13 વર્ષતી ઓછી ઉંમરના બાળકોનો ડેટા સ્ટોર કરવાના કેસમાં કરોડોનો દંડ લગાવવામાં આવ્યો છે. આ કેસ અમેરિકાનો છે. યૂએસના ફેડરેલ ટ્રેડ કમીશન તરફથી આપવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ટિક ટોક (પહેલા Musical.ly તરીકે ઓળખાતી હતી) પર ગેરકાયદેસર કામ કરવા માટે 5.7 મિલિયન ડોલરનો દંડ લગાવવામાં આવ્યો છે.



ફેડરલ ટ્રેડ કમિશન (FTC)એ માહિતી આપી છે કે, TikTok તે તમામ બાળકોનો વીડિયો ડિલીટ કરશે, જેમની ઉંમર 13 વર્ષથી ઓછી છે. જોકે, TikTokનું કહેવું છે કે અમે સુરક્ષા અને બાળકોને ધ્યાનમાં રાખીને અમેરિકા અને યુકેમાં you are in control નામથી એક વીડિયો ટ્યુટોરિયલની શરૂઆત કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આનો કેવી રીતે ઉપયોગ અને કન્ટ્રોલ કરો.



એપે કહ્યું છે કે, જો ભારતીય યુઝર્સ તેને ડાઉનલોડ કરશે તો તેમને હવે એજ ગેટિંગ યુઝ કરવાનો વિકલ્પ મળશે. જેના માટે કંપનીએ 12થી વધારે એપમાં સ્ટોર રેટિંગને ઇનેબલ કર્યું છે. જેની સૌથી ખાસ વાત એ છે કે, આને પેરેન્ટ્સ પોતાની મરજી પ્રમાણે નક્કી કરશે. હાલ ટિકટોક એપના ભારતમાં અંદાજે 5 કરોડથી વધારે યુઝર્સ છે. તેમાંથી 40 ટકા યુઝર્સ ભારતીય છે. ઉલ્લેખનીય છે કે, ગુગલનો નિયમ છે કે આ એપ્સનો ઉપયોગ 13 વર્ષથી નાની ઉંમરના બાળકો ન કરે.