નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર કંપની વીવોએ પોતાનો દમદાર 5G સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. આ ફોનનુ નામ Vivo NEX 3S 5G ફોન છે. આના પરથી જ ખબર પડી જાય છે કે આ ફોન 5G છે. આ નવા ફોનને નવી ડિઝાઇન, ફિચર્સ અને કિંમત સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે.

Vivo NEX 3S 5G એક પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન છે, આની કિંમત લગભગ 50 હજાર રૂપિયા છે. આ ફોનને બે વેરિએન્ટ 8જીબી અને 12 જીબી લૉન્ચ કરવામાં આવ્યો છે. 8 જીબી વાળો ફોન 50 હજાર તો 12 જીબી વાળો ફોન 53 હજારની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. ચીનમાં આ ફોન 14 માર્ચથી સેલમાં આવશે જ્યારે ભારતમાં હજુ અવેલેબલ નથી.



Vivo NEX 3S 5Gની ખાસિયતો...
વીવોનો આ ફોન એન્ડ્રોઇડ બેઝ્ડ ફનટચ ઓએસ 10 પર કામ કરે છે. આ ફોનમાં ડ્યૂલ સિમ સ્લૉટ આપવામાં આવ્યા છે. ફોનની ડિસ્પ્લેની સાઇઝ 6.89 ઇંચની છે, અને Full HD AMOLED Waterfall જેવી છે. ફોન 8જીબી અને 12જીબીમાં રેમ સાથે આવે છે.

કેમેરાની વાત કરીએ તો આમાં પૉપઅપ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ કેમેરો 16 મેગાપિક્સલનો હશે અને આની સાથે એલઇડી ફ્લેશ લાઇટ પણ છે. વળી ફોનમાં ત્રિપલ બેક કેમેરા પણ છે. જે 64 અને 13 મેગાપિક્સલના છે. 13 મેગાપિક્સલના બે કેમેરા છે એક વાઇડ એન્ગલ છે તો બીજો ટેલિફોટો લેન્સ છે.



આ ફોનનુ ડિવાઇસ સ્ટૉરેજ 256 જીબી હશે. બેટરી 4500 એમએએચની છે, જે ફાસ્ટ ચાર્જ ટેકનિકવાળી છે. આ ઉપરાંત ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યુ છે.