આ સેલમાં વીવોના પ્રીમિયમ ફોન V20 Pro પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમે આ ફોનની ખરીદી પર 2500 રૂપિયાની છૂટ મેળવી શકો છો. અસલમાં આ ફોનની કિંમત 29990 રૂપિયા છે, પણ જો તમે સેલમાં આને ખરીદો છો તો માત્ર 27490 રૂપિયામાં આને ઓર્ડર કરી શકો છો.
ખાસ વાત તો એ છે કે આ ફોનના ફિચર માર્કેટમાં અવેલેબલ વનપ્લસ નોર્ડને ટક્કર આપે એવા છે, આ ફોન બધી જ રીતે વનપ્લસ નોર્ડને ટક્કર આપી શકે છે.
વીવો V20 પ્રૉ એક 5જી ફોન છે, અને આમાં કંપનીએ ફૂલ એચડી +એમોલેડ પેનલ ડિસ્પ્લે આપી છે. માં ઓક્ટાકૉર સ્નેપડ્રેગન 765 5જી મોબાઇલ પ્રૉસેસર છે. આને 4જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ મેમરી વાળા વેરિએન્ટ સાથે લૉન્ચ કરવામાં આવ્યુ છે. આનુ સ્ટૉરેજ માઇક્રોએસડી કાર્ડથી વધારી શકાય છે. વીવોનો આ ફોન એન્ડ્રોઇડ 11 પર બેઝ્ડ ફનટચ ઓએસ પર કામ કરે છે.