લેટેસ્ટ કેમેરા ફિચર્સ સાથે વીવોએ લૉન્ચ કર્યો આ દમદાર ફોન, જાણો કિંમત ને ફિચર્સ વિશે.....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Oct 2020 03:04 PM (IST)
આ ફોનનુ પ્રી બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે, આની પહેલી સેલ 20 ઓક્ટોબરથી છે, તમે આ ફોનને કંપનીની વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો
પ્રતિકાત્મક તસવીર
નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર વીવોએ ભારતમાં પોતાનો દમદાર ફોન વીવો વી20 લૉન્ચ કરી દીધો છે. આ ફોનને ગયા મહિને મલેશિયામાં 21 હજાર રૂપિયાની કિંમતમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો, હવે આને ભારતીય માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે. આમાં કંપનીએ લેટેસ્ટ કેમેરા ફિચર્સ આપ્યા છે, ફોનને બે વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. જાણો શું છે કિંમત અને ફિચર્સ.... વીવો વી20ની કિંમત Vivo V20ના 8GB Ram+ 128GB વેરિએન્ટની કિંમત 24990 રૂપિયા છે, જ્યારે 8GB Ram+ 256GB વેરિએન્ટની કિંમત 27990 રૂપિયા છે. આ ફોન ત્રણ કલર ઓપ્શનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. જેમાં મિડનાઇટ, જૈજ, સનસેટ મેલોડી અને મૂનલાઇટ સોનાટા સામેલ છે. આ ફોનનુ પ્રી બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે, આની પહેલી સેલ 20 ઓક્ટોબરથી છે, તમે આ ફોનને કંપનીની વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. વીવો વી20 સ્પેશિફિકેશન્સ Vivo V20 ફોનમાં 6.44 ઇંચની ફૂલ એચડી AMOLED ડિસ્પ્લે આપવામાં આવી ચે, ફોનમાં ફનટચ ઓએસ11 વિધ એન્ડ્રોઇડ 11 આપવામાં આવી છે. ફોન ઓક્ટોકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 720G પ્રૉસેસર વાળો છે. વીવો વી20નો કેમેરો Vivo V20 ફોનમાં 44 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે, જે સેગમેન્ટ ફર્સ્ટ આઇ ઓટો ફોક્સ એલ્ગોરિધમની સાથે આવે છે. આમાં સ્ટાન્ડર્ડ 32 મેગાપિક્સલ કેમેરાથી 37.5 ટકાથી વધુ પિક્સલ મળશે. ફ્રન્ટ કેમેરામાં આર્ટ પોર્ટ્રેટ વીડિયો, સ્લૉ મૉશન સેલ્ફી વીડિયો, 4k સેલ્ફી વીડિયો અને ઓરા સ્ક્રીન લાઇટની સાથે સુપર નાઇટ સેલ્ફી 2.0 જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે, ફોન ડ્યૂલ વ્યૂ વીડિયો ફિચર વાળો છે. જેમાં એક જ સમયે ફ્રન્ટ રિયર બન્ને કેમેરાથી રેકોર્ડિંગ કરી શકાય છે.