નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર કંપની વીવોએ પોતાની Y સીરીઝમાં હવે પોતાનો એક નવો સ્માર્ટફોન Vivo Y30ને માર્કેટમાં ઉતારી દીધો છે, આ ફોનને હાલ મલેશિયન માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.
જોકે, કંપનીએ હજુ સુધી Vivo Y30 સ્માર્ટફોનમાં ભારતમાં લૉન્ચ કરવા વિશે કોઇ ખુલાસો નથી કર્યો. આ એક મીડ રેન્ડ સ્માર્ટફોન બજેટ સ્માર્ટફોન છે, અને આમાં યૂઝર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેટલાક સારા ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે.
Vivo Y30 સ્માર્ટફોનની કિંમતની વાત કરીએ તો MYR 899 (લગભગ 16,000 રૂપિયા) છે. આ ફોન Dazzle બ્લૂ અને Moonstone વ્હાઇટ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. નવા Vivo Y30ની સેલ 9 મે 2020થી શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે, Vivoના નવા Y30 સ્માર્ટફોનની ટક્કર Redmi Note 9 Pro સાથે થશે, આ ફોનની કિંમત 12,999 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોન 2 વેરિએન્ટ્સ 4જીબી RAM અને 64જીબી સ્ટૉરેડ અને 6જીબી RAM અને 128જીબી સ્ટૉરેડની સાથે આવે છે. આ ફોનમાં ચાર રિયર કેમેરા છે.
Xiaomiને ટક્કર આપવા Vivo લાવ્યો 5000mAh બેટરીવાળો આ દમદાર ફોન, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 May 2020 11:45 AM (IST)
કંપનીએ હજુ સુધી Vivo Y30 સ્માર્ટફોનમાં ભારતમાં લૉન્ચ કરવા વિશે કોઇ ખુલાસો નથી કર્યો. આ એક મીડ રેન્ડ સ્માર્ટફોન બજેટ સ્માર્ટફોન છે, અને આમાં યૂઝર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેટલાક સારા ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -