નવી દિલ્હી: Vivoએ પોતાની Y સીરિઝમાં મિડ રેન્જ સેગમેન્ટમાં Y51s સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ ફોનમા ત્રણ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું આવ્યું છે. સાથે 5G ને સપોર્ટ કરે છે.

આ ફોન Secret Realm Black, Snow Feather White અને Bihailan Blue કલર ઓપ્શનમાં મળે છે. આ ફોનનું વેચાણ ચીનના માર્કેટ 29 જુલાઈથી શરુ થસે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફોન જલ્દી જ ભારતમાં પણ લોન્ચ કરી દેવામાં આવશે. પરંતુ અત્યારે સુધી કંપનીએ આ અંગે કોઈ જાણકારી આપી નથી.

નવા Vivo Y51s માં 6.53 ઈંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. જે 1,080x2,340 પિક્સલ રિઝોલ્યૂશન સાથે આવે છે. પરફોર્મન્સ માટે Exynos 880 ઓક્ટા કોર પ્રોસેસર છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 10 પર બેસ્ડ છે અને ફનટચ 10.5 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
Vivo Y51s ની કિંમત1,798 ચીની યુઆન ( લગભગ 19,100 રૂપિયા) છે, જે 6GB રેમ અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજની કિંમત છે.

ફોટોગ્રાફી માટે આ ફોનમમાં ટ્રિપલ રિયર કેમેરા સેટએપ આપવામાં આવ્યા છે. જેમાં 48MP + 2MP+ 2MP લેન્ચ સામેલ છે. આ સિવાય સેલ્ફી માટે આ ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
છે.
આ ફોનમાં બેટરી 4,500mAh ની આપવામાં આવી છે. આ સિવાય આ ફોન 5G, 4G LTE, સપોર્ટ કરે છે.

Vivo Y51sનો મુકાબલો Realme X2 સાથે થશે. આ ફોનની કિંમત 17,999 રૂપિયાથી શરુ થાય છે.