Vivo Y58 5G Smartphone Launched in India: જો તમે Vivoફોન ના પ્રેમી છો તો કંપની તમારા માટે બેસ્ટ સ્માર્ટફોન લઈને આવી છે. આ સ્માર્ટફોનનું નામ Vivo Y58 5G છે, જેનાં દરેક ફીચર પાવરફુલ છે. કંપનીએ આ ફોનને મિડ-રેન્જ સેગમેન્ટમાં લોન્ચ કર્યો છે. ફોનમાં પ્રીમિયમ ઘડિયાળ જેવો કેમેરા મોડ્યુલ છે, જ્યારે પાવરફુલ બેટરી અને શાનદાર કેમેરા ઉપલબ્ધ છે. અને આ ફોન તમારા બજેટમાં આવસે. તો ચાલો જાણીએ આ ફોન વિષે..
Vivo કંપની એ બજેટ ફોનમાટે જાણીતી છે,ફરી એકવાર Vivo બજેટ ફોન લઈને આવી છે, ઓછા બજેટમાં તમામ ફીચર્સ વાળો આ ફોન તમને જરૂર પસંદ આવશે.Vivoએ આ સ્માર્ટફોનને એક કનફ્રીગેશનમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વાળા વેરિઅન્ટની કિંમત 19 હજાર 499 રૂપિયા છે, જેને વીવોના ઓફિશિયલ સ્ટોર પરથી ખરીદી શકાય છે. તમે આ ફોનને સુંદરબન ગ્રીન અને હિમાલયન બ્લુ એમ બે કલર ઓપ્શનમાં ખરીદી શકો છો. આ સાથે, તમે ફોન પર બેંક ઑફર્સનો લાભ પણ મેળવી શકો છો. આ Vivo સ્માર્ટફોન પર 1500 રૂપિયાનું ઈન્સ્ટન્ટ કેશબેક આપવામાં આવી રહ્યું છે અને તમે EMI પર પણ ફોન ખરીદી શકો છો.
Vivo Y58 5G ની વિશિષ્ટતાઓ
ડિસ્પ્લેઃ આ બજેટ સ્માર્ટફોન 6.72 ઇંચની FHD ડિસ્પ્લે સાથે આવે છે. ફોનનું LCD ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ ફીચરને સપોર્ટ કરે છે. તેની ટોચની તેજ 1024 nits સુધી છે. આ સાથે ફોનમાં બ્લુ લાઈટ આઈ કેર સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે.
પ્રોસેસર: આ Vivo ફોનમાં તમને Qualcomm Snapdragon 4th Gen 2 પ્રોસેસર મળે છે, જેની સાથે તમને 8GB LPDDR4X રેમ અને 128GB UFS 2.2 સ્ટોરેજ મળે છે. ઉપરાંત, ફોનના ઇન્ટરનલ સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે.
કેમેરાઃ આ સ્માર્ટફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. તેમાં 50MP મુખ્ય કેમેરા અને 2MP સેકન્ડરી કેમેરા છે. આ સાથે તમને સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8MP કેમેરા મળશે.
બેટરીઃ ફોનની બેટરીની વાત કરીએ તો આ ફોનમાં તમને 6000mAhની બેટરી મળે છે જેની સાથે 44W USB Type C ફાસ્ટ ચાર્જિંગ ફીચર આપવામાં આવ્યું છે.