Z1 Pro સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 710 AIE પ્રોસેસર આપવામાં આવ્યું છે. કેમેરાની વાત કરીએ તો રિયરમાં ત્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં 16 MP, 8 MP અને 5MP કેમેરા સેટઅપ છે.
Z1 Proની ડિસ્પ્લે 6.53 ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. Z1 Pro ની ડિસ્પ્લેની સાથે ફાયદો એ છે કે તેમાં નોચ નથી અને સેલ્ફી કેમેરા માટે અંડર ડિસ્પેલે લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે પંચહોલ છે. આ સ્માર્ટફોનની બોડીની બિલ્ડ ક્વોલિટી પણ ખુબજ સારી છે જે પ્રીમિયમ લાગે છે.
ફોનની ખાસ વાત એ છે કે તેમાં 5000 એમએએચની બેટરી આપવામાં આવી છે. અને ચાર્જિંગ માટે 18Wની ચાર્જિંગ સપોર્ટ સિસ્ટમ આપવામાં આવી છે.
Vivo Z1 Pro ત્રણ વેરિએન્ટમાં છે. જેમાં 4GB/64GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 14,990 રૂપિયા છે. જ્યારે 6GB/64GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 16,990 અને 6GB/128GBની કિંમત 17,990 રૂપિયા છે. જેનું વેચાણ 11 જુલાઈએ 12 વાગ્યાથી શરૂ થશે.