નવી દિલ્હી: Xiaomiમીએ ચીનમાં આયોજીત એક ઇવેન્ટમાં CC સીરીઝના સ્માર્ટફોન લોન્ચ કરી દીધા છે. જેમાં Xiaomi CC9, Xiaomi CC9e સામેલ છે.  Xiaomi CC9 સ્માર્ટફોનમાં ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. જ્યારે વોટર ડ્રોપ સ્ટાઈલ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન્સ ગ્રેડિએન્ટ ફિનિશના છે. અને પ્લેનેટ બ્લૂ, વાઈટ લવર અને ડાર્ક પ્રિન્સ કલર વેરિએન્ટમાં મળશે.

Xiaomi CC9માં 6GB રેમ અને 64GB ઇન્ટરનલ મેમોરી વેરિએન્ટ કિંમત 1799 યુઆન (લગભગ 18 હજાર રૂપિયા) છે. જ્યારે બીજા મોડલમાં 6GB/128GBની કિંમત 1999 યુઆન( લગભગ 20 હજાર રૂપિયા) છે.



Xiaom CC9e ના ત્રણ વેરિએન્ટ છે. બેઝ મોડલમાં 4GB/64GB સ્ટોરેજ આપવામાં આવી છે. જેની કિંમત 1299 યુઆન (લગભગ 13000 રુપિયા).
6GB/64GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 1399 યુઆન (લગભગ 14000 રુપિયા) છે. ટોપ મોડલમાં 6GB/128GB સ્ટોરેજ આપવામાં આવી છે. જેની કિંમત 1599 યુઆન ( લગભગ 16,000 રૂપિયા) છે.


Xiaomi CC9 સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 6.3 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે રિયરમાં મુખ્ય કેમેરા 48 મેગાપિક્સલ સાથે 8 MP અને 2 MP સાથે ત્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે.


બેટરી 4030 mAh સાથે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. પ્રોસેસર Qualcomm Snapdragon 710 AIE આપવામાં આવ્યું છે.


Xiaomi Mi CC9e સ્માર્ટફોનની વાત કરીએ તો તેની ડિઝાઈન CC9 જેવીજ છે. જો કે ડિસ્પ્લે 6.08 ઈંચની છે. રિયર કેમેરા 48 MP અને સેલ્ફી કેમેરા 32 મેગાપિક્સલ છે. બેટરી 4000 mAh છે.