આ કંપની લાવી 69 રૂપિયાનો પ્રીપેડ પ્લાન, 28 દિવસ આપશે બધુ ફ્રી
abpasmita.in | 14 Oct 2019 10:09 AM (IST)
આ પ્લાનમાં ગ્રાહકને કોઈ પણ પ્રકારનો ટોમ ટાઈમ નહીં મળે, જોકે ફ્રી વોયસ કોલિંગની મિનિટની સુવિધા જરૂર મળશે.
નવી દિલ્હીઃ પ્રાઈવેટ ટેલિકોમ ઓપરેટર Vodafone ઓછી કિંમતના પ્રીપેટ રિચાર્જ પ્લાન પર ખાસ ધ્યાન આપી રહી છે. કંપનીએ હાલમાં જ 45 રૂપિયાવાળો ઓલ રાઉન્ડર પેક લોન્ચ કર્યું હતું. હવે કંપની 69 રૂપિયાનો નવો પ્લાન લઈને આવી છે. આ પ્લાનમાં ગ્રાહકને કોઈ પણ પ્રકારનો ટોમ ટાઈમ નહીં મળે, જોકે ફ્રી વોયસ કોલિંગની મિનિટની સુવિધા જરૂર મળશે. કંપની અન્ય All Rounder plansની જેમ આ પ્લાનની વેલિડીટી પણ 28 દિવસની છે. કંપનીએ આ પ્લાનને પોતાના 17 મુખ્ય સર્કલમાં લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં વોડાફોન પ્રીપેડ ગ્રાહકોને 150 લોકલ/એસટીડી/રોમિંગ મિનિટ આપવામાં આવશે. ઉપરાંત 250 એમબી ડેટા અને 100 એસએમએસની સુવિધા પણ આપવામાં આવશે. જણાવીએ કે, કંપનીએ પોતાના અનેક સર્કલમાં 65 રૂપિયાવાળો પ્લાન બંધ કર્યો છે. જ્યારે વોડાફોનની સહાયક કંપની આઈડિયાએ પહેલાથી જ 69 રૂપિયાવાળો પ્લાન ઓફર કરી રહી છે. એવામાં હવે 69 રૂપિયાવાળો પ્લાનનો ફાયદો વોડાપો અને આઈડિયા બન્નેના યૂઝર્સને મળશે.