નવી દિલ્હી: વોડાફોને યૂઝર્સને એડિશનલ ડેટા અપાવવા માટે એક નવી ઓફર રજૂ કરી છે. આ પ્રીપેડ યૂઝર્સ માટે છે અને તેમાં 1.5 GB સુધી એક્સ્ટ્રા ડેટા આપવામાં આવે છે. વોડાફોન યૂઝર્સને 1.5 GB ડેટા સાથે 1.5 GB ડેટા મફત મળશે એટલે કે દરરોજ 3 GB ડેટા વાપરવા મળશે.

આ એક્સ્ટ્રા ડેટા 249 રૂપિયા, 399 રૂપિયા અને 599 રૂપિયાના પ્લાન પર મળશે. 249 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો આ પ્લાન સાથે યૂઝર્સને 28 દિવસની વેલિડિટી મળે છે. 399 રૂપિયાના પ્લાનમાં 56 દિવસ, જ્યારે 599 રૂપિયાના પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાન મુજબ યૂઝર્સને દરરોજ 1.5 GB ડેટા મળે છે.

હવે નવી ઓફર મુજબ આ પ્લાનમાં હવે યૂઝર્સને 3 GB ડેટા દરરોજ મળશે જે ડબલ છે. આ ઓફર દેશભરના વોડાફોન આઈડિયા કસ્ટમર્સ માટે છે.
એક્સ્ટ્રા ડેટા મેળવવા માટે વોડાફોન આઈડિયાની વેબસાઈટ અને વોડાફોન પ્લે એપનો ઉપયોગ કરી શકો છો. આ પ્લાનમાં ડેટા સહિત અનલિમિટેડ વોઈસ કોલિંગ સાથે દરરોજ 100 એસએમએસ પણ મેળ છે.

કંપનીની વેબસાઈટ પર આ ઓફર જોવા મળી રહી છે. વેબસાઈટના માધ્યમથી તમે આ પ્લાનથી પોતાનો ફોન રિચાર્જ કરાવી ડબલ ડેટાની ઓફરનો ફાયદો ઉઠાવી શકો છો.