નવી દિલ્હીઃ આજકાલ દરેક કામ માટે આધાર કાર્ડ ફરજિયાત થઇ ગયુ છે. જે રીતે વૉટર આઇડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાનકાર્ડની જરૂર રહે છે, તેમ હવે માસ્ક્ડ આધાર કાર્ડ પણ બહુજ ઇમ્પોર્ટન્ટ થઇ ગયુ છે. માસ્ક્ડ આધાર કાર્ડનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે તેનો કોઇ દુરપયોગ નથી કરી શકતુ. જાણો શું છે માસ્ક્ડ આધાર કાર્ડ ને કઇ રીતે કરી શકાય ડાઉનલૉડ.....


શું હોય છે માસ્ક્ડ આધાર કાર્ડ?
Masked Aadhaar એક એવો ઓપ્શન છે જે યૂઝર્સને ડાઉનલૉડ કરવામાં આવેલા ઇ-આધારમાં આધાર કાર્ડને માસ્ક કરવાની સુવિધા આપે છે. આનો અર્થ છે કે માસ્ક્ડ આધાર કાર્ડ પર xxxx"ની જેમ દેખાય છે. માસ્ક્ડ આધાર કાર્ડમાં આધાર નંબરના શરૂઆતના આઠ આંકડા નથી દેખાતા, ફક્ત આધાર નંબરના ચાર ડિજીટ જ દેખાય છે.
આ રીતે કરો ડાઉનલૉડ કરો Masked Aadhaar Card

Masked Aadhaar Card કરાવવા માટે તમારે સૌથી પહેલા UIDAIની વેબસાઇટ ઓપન કરવી પડશે, અહીં Download Aadharના ઓપ્શન પર ક્લિક કરવાનુ છે.

આ પછી આધાર/વીઆઇડી/નામાંકન આઇડીના ઓપ્શનને સિલેક્ટ કરી Masked Aadhaar Card પર ક્લિક કરો.

આ સેક્શનમાં માંગવામાં આવેલી જરૂરી જાણકારી ભરો 'રિક્વેસ્ટ ઓટીપી' પર ક્લિક કરી દો. હવે તમારા આધાર કાર્ડ લિંક થયેલા મોબાઇલ નંબ પર એક ઓટીપી આવશે.

OTP નાંખીને બીજી ડિટેલ ફિલ કરો, હવે Download Aadhar પર ક્લિક કરી માસ્ક્ડ આધાર ડાઉનલૉડ કરો.