નવી દિલ્હીઃ માણસના મગજને વિશ્વની સૌથી જટિલ સંરચનાઓમાંથી એક માનવામાં આવે છે, ક્યારે, ક્યાં, કોણ શું વિચારી રહ્યું છે એ જાણવુ ખુબ મુશ્કેલ છે. એક સદીથી ન્યૂરૉસાયન્ટિસ્ટ મનુષ્યના મગજને સમજવાની કોશિશ કરી રહ્યાં છે. આ માટે તેઓ જુદાજુદા ટેસ્ટિંગ (experiment) કરતા રહે છે. આ કડીમાં એક ટેકનોલૉજીને શોધવામાં આવી છે. જોકે આ ટેકનોલૉજીને હજુ સુધી ફક્ત ઉંદરો પર જ ટેસ્ટ કરવામાં આવ્યો છે.


વૈજ્ઞાનિકોએ જે ટેકનોલૉજી શોધી છે, તેને કોઇને પણ સંમોહિત કરવા જેવી કહી શકાય છે. જેવી રીતે કોઇને પણ સંમોહિત કરીને તેની પાસે કોઇ કાર્ય કરાવવામાં આવે છે, ઠીક આ જ પ્રકારે આ ટેકનોલૉજી દુરથી કોઇના મગજમાં લાગેલી ચિપને કન્ટ્રૉલ કરી શકશે. આ ટેકનોલૉજીને Wu Tsai Neurosciences Instituteના સાયન્ટિસ્ટે વિકસિત કરી છે. જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યો તો બતાવવામાં આવ્યુ કે ટેકનોલૉજી દુરથી જાનવરોમાં લાગેલી બ્રેઇન સર્કિટને કન્ટ્રૉલ કરી શકે છે. 


આ ટેકનોલૉજી પર રિસર્ચ Guosong Hong અને તેના સાથીઓએ કરી છે, Guosong Hong એ બતાવ્યુ કે, બ્રેઇન વિજ્યૂઅલ લાઇટને બરાબર સમજી નથી શકતુ. એટલે રિસર્ચર્સે ઇન્ફ્રારેટ લાઇટનો ઉપયોગ કર્યો. આ માટે તેમને TRPV1નો ઉપયોગ કર્યો. TRPV1 એક મૉલિક્યૂલર હીટ સેન્સર છે, જેના કારણથી કોઇપણ હીટ સાથે જોડાયેલા દુઃખાવાનો અનુભવ થાય છે. 


ટેકનોલૉજીને હજુ માત્ર ઉંદરો પર ટેસ્ટ કરવામાં આવ્યો છે, મનુષ્યના મગજ પર આના ઉપયોગને લઇને હજુ કોઇ જાણકારી નથી મળી. 


 


આ પણ વાંચો....... 


Astro:નિ:સંતાન દંપતી આ જ્યોતિષી ઉપાય કરીને કરી શકે છે કુંડલીના દોષ દૂર, જાણી લો ઉપાય


Jan Samarth Portal: જન સમર્થ પોર્ટલ શું છે અને તે તમને કેવી રીતે મદદ કરે છે, જાણો સરકારની પહેલ


Vastu Tips: વાસ્તુ અનુસાર આ નિયમથી સાવરણીને આ રીતે રાખવાથી કયારેય નથી થતી સમૃદ્ધિમાં કમી


Aaj nu panchag: કન્યા રાશિમાં ચંદ્રનું ગોચર, આ છે આજની તિથિ, નક્ષત્ર અને રાહુકાલ


સાવધાન! કોરોનાએ ફરી ઉંચક્યું માથું, અમદાવાદમાં 94 દિવસ બાદ 48 કેસ નોંધાયા, અઠવાડિયામાં 265 કેસ


Gujarat Monsoon : ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદ, બોટાદના બરવાળામાં એક ઇંચથી વધુ વરસાદ