Whatsapp App Language Feature: વૉટ્સએપ (Whatsapp) પોતાના યૂઝર્સના એક્સપીરિયન્સને વધુ શાનદાર બનાવવા માટે અવનવા ફિચર્સનું અપડેટ આપતુ રહે છે. પહેલા નવા નવા ફિચર્સ પર ટેસ્ટિંગ કરવામા આવે છે અને બાદમાં તેને રૉલઆઉટ કરી દેવામાં આવે છે, આવી જ એક ફિચર્સની લેટેસ્ટ જાણકારી એક રિપોર્ટમાં સામે આવી છે. આ નવા ફિચર્સનુ નામ  ‘App Language’ છે. આ ફિચરની મદદથી યૂઝર્સ એપને પોતાની ભાષામાં ઉપયોગ કરી શકે છે. 


ખરેખરમાં, Wabetainfoના લેટેસ્ટ રિપોર્ટમાં ‘App Language’ ફિચરની જાણકારી આપવામા આવી છે. રિપોર્ટનુ માનીએ તો WhatsApp beta for Android 2.22.19.10 અપડેટમાં બીટા ટેસ્ટર્સ માટે ‘એપ લેગ્વેજ’નો સપોર્ટ એડ કરી દેવામા આવ્યો છે.  આ નવા ફિચર્સનુ નામ  ‘App Language’ છે. આ ફિચરની મદદથી યૂઝર્સ એપને પોતાની ભાષામાં ઉપયોગ કરી શકે છે. 


આ એપ લેગ્વેજ ફિચર દ્વારા યૂઝર્સ વૉટ્સએપને પોતાની પસંદગીની ભાષામાં ઉપયોગ કરી શકશે. હાલમાં આ ફિચર માત્ર કેટલાક બીટા યૂઝર્સ માટે જ રિલીઝ કરવામા આવ્યુ છે, પરંતુ આશા છે કે, આવાનારા સમયમાં જલદી તમામ યૂઝર્સ માટે આને લૉન્ચ કરી દેવામા આવશે.  


રિપોર્ટમાં એક સ્ક્રીનશૉટ શેર કરવામા આવ્યો છે, આ સ્ક્રીનશૉટમાં જોઇ શકાય છે કે, યૂઝર્સને વૉટ્સએપ Settingsમાં જઇને એક નવો ઓપ્શન મળશે, જેનુ નામ App Language છે. આ સેક્શનમાં જઇને યૂઝર પોતાની એપની ભાષાને પોતાના અનુસાર બદલી શકે છે. જ્યારે પણ યૂઝર વૉટ્સએપ રિ-ઇન્સ્ટૉલ કરશે, તો તેને ભાષા બદલવાનુ ઓપ્શન દેખાશે. ઉલ્લેખનીય છે કે, યૂઝર્સના સેટિંગ્સમાં જઇને Account, Chats, Notifications, Storage and Data તથા Help નો ઓપ્શન મળે છે. ‘App Language’ એક નવો ઓપ્શન છે, જે જલદી આ લિસ્ટનો ભાગ બનવાનો છે. 









છેલ્લા કેટલાક રિપોર્ટ અનુસાર, Whatsapp પર જલદી જ અવતાર ફિચર આવવાનુ છે, આ ફિચર અંતર્ગત યૂઝર પોતાનો અવતાર બનાવીને દોસ્તોને માત્ર સ્ટિકર્સ જ નહીં પણ પોતાનો અવતાર પ્રૉફાઇલ ફોટો બનાવીને પણ લગાવી શકશે. આ ઉપરાંત વૉટ્સએપ પર ગૃપ પૉલ ફિચર, ટ્વીટરની જેમ ‘Edit’ ફિચર પર ટાઇપો-એરરની સાથેથી ગયેલા મેસેજને પણ એડીટ કરવાની સુવિધા આપવામાં આવશે.