WhatsApp: મંગળવારે વોટ્સએપે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું. જેના કારણે તેના યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા ટ્વિટર પર લોકો આ અંગે કોમેન્ટ કરી રહ્યા છે.


ભારતમાં હાલ લોકોને મેસેજ મોકલવામાં અને મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.  ડાઉન ડિરેકટરે આ વાતની પુષ્ટિ કરી છે અને વોટ્સએપ લાખો લોકો માટે હાલ કામ નથી કરી રહ્યું. અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકાતા અને લખનઉ સહિત દેશના મોટાભાગના શહેરો વોટ્સએપ ડાઉનથી પ્રભાવિત થયા છે.


વોટ્સએપ સ્ટેટમેન્ટ સામે આવ્યું


WhatsAppએ હમણાં જ સત્તાવાર નિવેદન શેર કર્યું છે અને કહ્યું છે કે અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને સંદેશા મોકલવામાં સમસ્યા આવી રહી છે અને અમે શક્ય તેટલી વહેલી તકે દરેક માટે WhatsApp પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છીએ.


આ પહેલીવાર નથી કે જ્યારે વોટ્સએપ ડાઉન થયું હોય. આ પહેલા પણ વોટ્સએપ ઘણી વખત ડાઉન થઈ ચૂક્યું છે. ગયા વર્ષે ફેસબુકના સર્વરમાં ખામીને કારણે વોટ્સએપ ડાઉન થઈ ગયું હતું. હવે ફરી એકવાર તે ડાઉન થયું છે. બીજી તરફ વોટ્સએપ ડાઉન થયા બાદ યુઝર્સ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.


સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર


ટ્વિટર અને અન્ય પ્લેટફોર્મ પર વોટ્સએપ ડાઉન થયા બાદ લોકો #WhatsAppDown હેશટેગ સાથે ટ્વિટ કરી રહ્યા છે. ઘણા લોકોએ મીમ્સ શેર કરવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે ફિલ્મ મિલ્ખા સિંહના ફરહાન અખ્તરનો ફની શોટ શેર કર્યો છે.