નવી દિલ્હીઃ WhatsApp યુઝર્સના એક્સપીરિયન્સને વધારવા માટે નવા નવા ફિચર્સ જાહેર કરતું રહે છે. હવે કંપની એક નવા ફિચર પર કામ કરી રહી છે. WhatsAppનું આ નવુ ફિચર ગ્રુપ એડમિન માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. એક રિપોર્ટ અનુસાર WhatsAppના આ નવા ફિચરથી ગ્રુપ એડમિન ગ્રુપમાં કોઇના પણ મેસેજને તમામ માટે ડિલિટ કરી શકશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વોટ્સએપના આ ફિચરને જલદી જાહેર કરી શકે છે.


આ ફિચર આવવાથી ગ્રુપ એડમિન પાસે અગાઉ કરતા વધુ પાવર આપી જશે. તે એવા મેસેજને ડિલિટ કરી શકશે જે ગ્રુપ માટે યોગ્ય નથી. જેને લઇને વોટ્સએપના અપકમિંગ ફિચર પર નજર રાખનારી સાઇટ Wabetainfoએ રિપોર્ટ કર્યો છે. Wabetainfoના જણાવ્યા અનુસાર આ ફિચર જલદી વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ ફિચરથી આગામી વોટ્સએપ બીટા અપડેટમાં જાહેર કરી દેવામાં આવશે. તેને લઇને સ્ક્રીનશોર્ટ્સ પણ શેર કરવામાં આવ્યો છે.


સ્ક્રીનશોર્ટમાં જોઇ શકાય છે કે જો કોઇ મેસેજ કોઇ એડમિન ડિલીટ કરે છે તો તેની નીચે એક નોટ ડિસ્પ્લે થશે જેમાં લખવામાં આવ્યુ હશે કે આ મેસેજ એક એડમિને ડિલિટ કર્યો છે. જેનાથી અન્ય યુઝર્સને એ જાણવામાં સરળતા રહેશે ક્યા એડમિને મેસેજ ડિલિટ કર્યો છે.આ ફિચરથી ગ્રુપ એડમિનના પાવરમાં વધારો થશે. બિનજરૂરી અને અફવા ફેલાવનારા મેસેજ ડિલીટ કરી શકશે. જોકે, આ ફિચરને તમામ માટે રોલઆઉટ કરવામાં સમય લાગી શકે છે.


 


TATA Tiago Review : ઓછી કિંમત અને વધુ ફિચર્સની સાથે લાજવાબ છે Tata Tiagoનુ CNG વર્ઝન, નહીં મળે આ રેન્જમાં આવી કાર..........


રાષ્ટ્રપતિની રેસમાં કોનું નામ મોખરે, જાણો આનંદીબેન પટેલ સહિતના ક્યાં 3 દિગ્ગજ નેતાના નામ હાલ ચર્ચામાં છે મોખરે


Amazon Deal: ઘરના ગાર્ડન કે લૉનમાં બેસવા માટે ખરીદવા ઇચ્છો છો હીટર, આ છે બેસ્ટ Outdoor Heater


Debit Card Number: શું તમે ATM કાર્ડમાં છપાયેલા 16 અંકો વિશે જાણો છો? જાણો આ સંખ્યાઓનો શું અર્થ થાય છે