રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 25 જુલાઈ 2022 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. પાંચ મહિના બાદ પ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. આ પહેલા ભાજપ અને આરએસએસની અંદર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોના નામને લઈને મંથન શરૂ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણી બાદ નામોનું મંથન વધુ તેજ થશે.


દરમિયાન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે ભાજપ અને આરએસએસ વચ્ચે ચાર નામોને લઈને સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. તેમાં યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલ, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો સમાવેશ થાય છે. જો કે પીએમ મોદી છેલ્લી ઘડીએ નવું નામ લાવીને બધાને ચોંકાવી શકે છે,  


આગામી રાષ્ટ્રપતિની રેસમાં આનંદી બેન પટેલ, મુસ્લિમ આરીફ મહોમ્મદ ખાન અને વૈકયા નાયડુ તેમજ થાવરચંદ ગેહલોતનું નામ ચર્ચાઇ રહ્યું છે.


આનંદી બેન પટેલઃ આનંદી બેન પટેલ પીએમ નરેન્દ્ર મોદીની ખૂબ નજીક છે, તેઓ યુપીના રાજ્યપાલ છે. ગુજરાતના સીએમ રહી ચૂક્યા છે


કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન યુપીના બુલંદશહરના રહેવાસી છે. શાહ બાનો કેસમાં આરિફે રાજીવ ગાંધી સરકારમાં કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા.


વૈક્યા નાયડુ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ મૂળ આંધ્રપ્રદેશના છે અને લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે. નાયડુ 2002 થી 2004 સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ હતા. તેઓ અટલ બિહારી સરકારમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી હતા.


વિધાનસભાની ચૂંટણી પહેલા આપમાં વધુ એકવાર થયું ભંગાણ, જાણો કોણ જોડાયું ભાજપમાં?


સુરતઃ વિધાનસભાની ચૂંટણી પહેલા 'આપ' અને કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઉમરપાડા તાલુકામાં 'આપ' અને કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. ઉમરપાડા તાલુકાના 'આપ' અને કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે. પૂર્વ મંત્રી અને ઉમરપાડાના ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે 600 જેટલા કાર્યકર, હોદ્દેદારોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ કોંગ્રેસના હોદ્દેદારો પૂર્વ મંત્રીના હસ્તે ભાજપમાં જોડાયા હતા.


નોંધનીય છે કે, અગાઉ સુરતના પાટીદાર નેતા મહેશ સવાણી અને ગુજરાતી સિંગર વિજય સુંવાળાએ આમ આદમી પાર્ટીને અલવીદા કહી દીધું હતું. વિજય સુંવાળા આપ છોડીને ભાજપમાં જોડાઇ ગયા છે. 


આમ આદમી પાર્ટી(AAP) માંથી લોકગાયક  વિજય સુવાળા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ રાજીનામું આપ્યું તેના કારણે ખળભળાટ મચ્યો છે. સુવાલા અને સવાણીના પાર્ટી છોડવાને પગલે આજે ઈસુદાન ગઢવીએ બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદ યોજી હતી.