નવી દિલ્હીઃ તાજેતરમાં જ વોટ્સએપે મોટી કાર્યવાહી કરતા એક લાખ 30 હજાર એકાઉન્ટ્સ બ્લોક અને ડિલિટ કરી દીધા છે. વોટ્સએપએ પર ભારત સહિત અનેક દેશોમાં ચાઇલ્ડ પોનોગ્રાફી માટે ગ્રુપ્સ બનાવવામાં આવી રહ્યા છે. આ ગ્રુપ્સમાં આ પ્રકારની સામગ્રી શેર કરવામાં આવી રહી છે. જેને પગલે વોટ્સએપે એક લાખ કરતા વધુ એકાઉન્ટ્સ ડિલિટ કરી દીધા છે. કંપનીએ આ એકાઉન્ટ્સને વોટ્સએપમાંથી હટાવવાનું  શરૂ કરી દીધું છે. કંપનીએ ગયા વર્ષે કહ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આવા એકાઉન્ટ્સની શોધ કરવામાં આવી છે. વોટ્સએપએ આ એકાઉન્ટ્સને AI ટૂલ્સ મારફતે શોધ્યા હતા. બાદમાં તેને ગેરકાયદેસર એક્ટિવિટીને કારણે ડિલિટ કરી દીધા હતા.


ઉલ્લેખનીય છે કે વોટ્સએપના ચેટ્સ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે. આ સિક્યોરિટીનો અર્થ થાય છે કે વોટ્સએપ પણ મોકલેલા મેસેજ અથવા સામગ્રી ફક્ત સેન્ડર અને રિસીવર જ વાંચી કે જોઇ શકે છે. એટલું જ નહી કંપની પણ તેને વાંચી શકતી નથી. આ માટે વોટ્સએપ આ પ્રકારની સામગ્રી માટે AIની મદદ લેવામાં આવી રહી છે. આ ટૂલ વોટ્સએપ એકાઉન્ટના અન-એનક્રિપ્ટેડ જાણકારીઓની તપાસ કરે છે. જેમાં પ્રોફાઇલ ફોટો, ગ્રુપ પ્રોફાઇલ ફોટોઝ અને ગ્રુપ ઇન્ફોર્મેશન સામેલ છે. વોટ્સએપના પ્રવક્તાએ ચાઇલ્ડ પોનોગ્રાફીના રિપોર્ટ બાદ એક નિવેદનમાં કહ્યું કે,  ‘WhatsApp ચાઇલ્ડ સેક્સુઅલ અબ્યૂઝને લઇને ઝીરો ટોલરન્સ પોલિસી ધરાવે છે. અમે અમારી સૌથી એડવાન્સ ટેકનોલોજીને કામે લગાવી છે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સામેલ છે.