WhatsApp Incognito Chat: Meta એ તેના મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp માટે એક નવું ફીચર રોલ આઉટ કર્યું છે. હવે તમે આ પ્લેટફોર્મ પર AI સાથે દિલ ખોલીને વાતો કરી શકશો અને કોઈ તમારી ચેટિંગ વાંચી લેશે તેવી ટેન્શન લેવાની જરૂર નથી. હવે WhatsApp પર Meta AI સાથે વાત કરવા માટે તમે Incognito Chat મોડ ઓન કરી શકો છો. આ તમને પૂરેપૂરી પ્રાઈવસી આપશે. મેટાનું કહેવું છે કે આ મોડમાં થયેલી વાતચીત કંપનીના સર્વર પર સ્ટોર કરવામાં આવશે નહીં. WhatsApp ની સાથે સાથે Meta AI એપ પર પણ આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે.

 

ખુદ ઝુકરબર્ગે કરી Incognito Chat ફીચરની જાહેરાત

Continues below advertisement
Continues below advertisement

મેટા સીઈઓ માર્ક ઝુકરબર્ગે પોતાની વોટ્સએપ ચેનલ પર આ ફીચરની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ AI સાથે વાત કરવાની એક પ્રાઈવેટ રીત છે, જે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગની જેમ કામ કરશે. ઝુકરબર્ગે કહ્યું કે WhatsApp અને Meta AI એપ સાથે આની શરૂઆત થઈ રહી છે અને ત્યારબાદ મેટા અને વોટ્સએપ સહિત કોઈ પણ તમારી ચેટિંગ વાંચી શકશે નહીં. અહીં એ ધ્યાન આપવા જેવી બાબત છે કે યુઝર્સને ઇનકોગ્નિટો ચેટિંગનો ઓપ્શન માત્ર Meta AI સાથે જ મળશે. બાકીના કોન્ટેક્ટ્સ સાથે ચેટિંગ કરતી વખતે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન લાગુ રહેશે.

કેવી રીતે કામ કરશે Incognito Chat ફીચર?

મેટાના જણાવ્યા અનુસાર, આ ફીચર એક ટ્રસ્ટેડ એક્ઝીક્યુશન એન્વાયરમેન્ટ (TEE) માં AI વિનંતીઓને પ્રોસેસ કરે છે. આ કારણે મેટા અથવા વોટ્સએપ તેને એક્સેસ કરી શકશે નહીં. આ સિવાય સેશન પૂરું થયા પછી આ વાતચીત યુઝરના ફોનમાંથી પણ ગાયબ થઈ જશે. ઝુકરબર્ગનું કહેવું છે કે આ જ બાબત આ ફીચરને બાકીની ડિસએપીયરિંગ (અદ્રશ્ય થતી) AI ચેટ સર્વિસિસથી અલગ બનાવે છે, જ્યાં વાતચીતના લોગ્સને મહિનાઓ સુધી સર્વર પર સેવ રાખવામાં આવી શકે છે.

કેમ પડી Incognito Chat ફીચરની જરૂર?

આ ફીચરની જરૂરિયાત જણાવતા ઝુકરબર્ગે કહ્યું કે AI સિસ્ટમ અને AI ટૂલ્સ હવે પર્સનલ કામો માટે પણ યુઝ થવા લાગ્યા છે અને આ કારણે યુઝર્સને તેમની સાથે વાતચીત કરતી વખતે પ્રાઈવસીની જરૂર છે. પર્સનલ સુપરઇન્ટેલિજન્સનો વધુમાં વધુ ફાયદો ઉઠાવવા માટે આપણને સંવેદનશીલ વિષયો પર ચર્ચા કરવા માટે એવી રીતોની જરૂર છે, જેનાથી તેને અન્ય કોઈ એક્સેસ ન કરી શકે. કંપનીએ અત્યારે આ ફીચરને WhatsApp અને Meta AI એપ પર રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, આ માહિતી મળી નથી કે તેને કયા-કયા દેશોમાં લોન્ચ કરવામાં આવશે.