WhatsApp India Head Resigns: મેસેજિંગ એપ વોટ્સએપ ઈન્ડિયાના વડા અભિજીત બોઝ અને મેટા ઈન્ડિયાના પબ્લિક પોલિસી ડિરેક્ટર રાજીવ અગ્રવાલે પણ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ બંને અધિકારીઓના રાજીનામા બાદ હવે શિવનાથ ઠુકરાલને વોટ્સએપ ઈન્ડિયા સહિત મેટાના તમામ પ્લેટફોર્મના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા તેઓ વોટ્સએપ ઈન્ડિયાના પબ્લિક પોલિસી ડિપાર્ટમેન્ટના હેડ હતા. હાલમાં જ વોટ્સએપ અને ફેસબુકની પેમેન્ટ કંપની મેટાએ તાજેતરમાં જ તેના 11,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ઇન્ડિયાના ભારતના વડા અજીત મોહને આ મહિનાની શરૂઆતમાં તેમના રાજીનામાની જાહેરાત કરી હતી.






વોટ્સએપ હેડે શું કહ્યુ


અભિજિત બોઝના રાજીનામાની માહિતી આપતા વોટ્સએપ હેડ Will Cathcartએ એક નિવેદનમાં કહ્યું હતું કે હું વોટ્સએપ વતી અભિજીત બોઝનો આભાર માનું છું. તેમણે વોટ્સએપ ઈન્ડિયાના પ્રથમ વડા તરીકે ઉત્તમ સેવાઓ આપી છે. તેઓએ અમારી સેવાઓ લોકોને વધુ સારી રીતે સુલભ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આનાથી દેશભરના કરોડો લોકો અને બિઝનેસને ફાયદો થયો છે. WhatsApp India ભારતમાં બિઝનેસ વધારવા માટે કામ કરવાનું ચાલુ રાખશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે ટૂંક સમયમાં જ વોટ્સએપ ઈન્ડિયા હેડની નિમણૂક કરવામાં આવશે.


રાજીવ અગ્રવાલે રાજીનામું કેમ આપ્યું?


અભિજિત બોઝના રાજીનામા બાદ તેમની ભવિષ્યની યોજના શું છે તેની કોઇ માહિતી મળી શકી નથી. પરંતુ મેટા ઈન્ડિયાના પબ્લિક પોલિસી ડાયરેક્ટર રાજીવ અગ્રવાલ વિશે કંપનીએ જણાવ્યું કે તેમણે વધુ સારી તકની શોધમાં રાજીનામું આપ્યું છે. આ સાથે વોટ્સએપ ઈન્ડિયાએ બંનેને સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી છે.


ફેસબુક ઈન્ડિયાના વડાએ પણ તાજેતરમાં રાજીનામું આપ્યું છે


અગાઉ, ફેસબુકની પેરન્ટ કંપની મેટા ઈન્ડિયાના ઈન્ડિયા હેડ અજીત મોહને પણ 3 નવેમ્બર 2022ના રોજ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રાજીનામા બાદ તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટ સાથે જોડાવા જઈ રહ્યા છે. મોહન એશિયા-પેસિફિકના વડા તરીકે સેવા આપશે.