નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પોતાના યૂઝર્સને હંમેશા ખાસ ફિચર્સનુ અપડેટ આપતુ રહે છે, હવે આ કડીમાં કંપનીએ વધુ એક સ્પેશ્યલ સુવિધાજનક ફિચર રિલીઝ કર્યુ છે. એપની લેટેસ્ટ ખબરો પર અપડેટ રાખનારી વેબસાઇટ WABetaInfo અનુસાર વૉટ્સએપના બીટા 2.20.207.18 એન્ડ્રોઇડ માટે Lovely Sugar Cubs પેક એડ કર્યુ છે, જેમાં યૂઝર્સને ડિફન્ટ ક્યૂટ સ્ટિકર સેન્ડ કરવાનો ઓપ્શન મળશે.


આ રીતે કરો યૂઝ
વૉટ્સએપના નવા સ્ટીકર્સને યૂઝ કરવા માટે સૌથી પહેલા એપની કોઇ ચેટમાં જઇને ઇમોજી આઇકૉન પર ટેપ કરવુ પડેશે. આ પછી Emoji, GIF અને Stickerના ઓપ્શન દેખાશે. આમાંથી Sticker પર જવુ પડશે, અને રાઇટ સાઇડ પર આપવામાં આવેલા '+' સાઇન પર ટેપ કરવુ પડશે. આમાં તમને નવા સ્ટીકર્સ પેક ઉપર જ દેખાશે.

Choco Bunny & Coco સ્ટીકર્સ થયે લૉન્ચ
વૉટ્સએપે Choco Bunny & Coco સ્ટીકર્સ રિલીઝ કરી દીધા છે. WABetaInfoએ આ સ્ટીકર્સ માટે એન્ડ્રોઇડ બીટાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ આ સ્ટીકર્સ પેક સ્ટેબલ વર્ઝનમાં પણ છે.