નવી દિલ્હી: ફેસબુકે આ વર્ષની શરૂઆતમાંજ પોતાની ત્રણ એપ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપને એક કરવાનું વિઝન શેર કર્યુ હતું અને હવે કંપનીએ તેની શરૂઆત કરી દીધી છે. WhatsApp એન્ડ્રોઈડ યૂઝર્સ હવે સીધા જ પોતાના સ્ટેટસ અપડેટને ફેસબુક સ્ટોરી પર પણ શેર કરી શકશે.


ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝને ફેસબુક સ્ટારીઝમાં શેર કરવાનું ઑપ્શન પહેલેથી જ ઉપલબ્ધ છે અને હવે આ લિસ્ટમાં વૉટ્સએપનું નામ પણ સામેલ થઈ ગયું છે. આ વર્ષ જૂનમાં વૉટ્સએપ એન્ડ્રોઈડ બીટા પ્રોગામ અંતર્ગત સિલેક્ટેડ યૂઝર્સને જ એક્સેસ આપવામાં આવ્યું હતું. હવે આ ફીચર વૉટ્સએપના લેટેસ્ટ સ્ટેબલ વર્ઝનમાં પણ ઉપલબ્ધ છે.



જો કે વૉટ્સએપનું સ્ટેટસ ફેસબુક સ્ટોરી પર સ્ક્રીનશૉટ તરીકે દેખાશે. એવામાં કોઈ એવુ સ્ટેટસ હોય કે જેમાં કોઈ લિંક શેર કરવામાં આવી હોય તે ફેસબુક સ્ટોરીમાં ગયા બાદ ક્લિક નહીં કરી શકાય.