વૉટ્સએપ પોતાના પ્લેટફોર્મને વધુ સારુ બનાવવા માટે નવું અપડેટ લઈને આવી રહ્યું છે. વોટ્સએપ હવે વર્ઝન એટલે કે ડેસ્કટોપ અને લેપટોપથી પણ વોઈસ કોલ અને વીડિયો કોલિંગ શરુ કરવા જઈ રહ્યું છે. આ ફીચર હાલમાં બીટા સ્ટેઝમાં છે, એટલે કે કેટલાક યૂઝર્સ સાથે તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જો પરીણામ સકારાત્મક આવશે તો, તેમાં જલ્દી જ તમામ યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.


વોટ્સએપ પર ઓડિયો અને વીડિયો કોલની સુવિધા માત્ર સ્માર્ટફોન પર જ મળતી હતી પરંતુ ઈન્સ્ટન્ટ મેસેન્જરને મળવા જઈ રહેલા નવા અપડેટ હેઠળ જલ્દી જ વોટ્સએપ વેબ પર પણ તમે ઓડિયો અને વીડિયો કોલિંગ કરી શકશો. ખૂબજ જલ્દી આ નવા ફીચરને લોન્ચ કરવામાં આવશે.



WABetainfo રિપોર્ટ અનુસાર કંપની વોઈસ અને વીડિયો કોલ પર કામ કરી રહી છે. વોટ્સએપને સિલેક્ટેડ યૂઝર્સને આ ફીચર ટેસ્ટ કરાવવા માટે મોકલ્યા છે. એક નવા વૉટ્સએપ બીટા વર્ઝનમાં આ નવા ફીચરનો ઉપયોગ કરતા દેખાડવામાં આવ્યા છે. નવું ફીચર એન્ડ્રોઈડ યૂઝર્સ માટે છે .