નવી દિલ્હીઃ ભારતમાં ઇ-કોમર્સ કંપનીઓએ છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ઓનલાઇન શૉપિંગ મારફતે કરોડો રૂપિયાનો માલ વેચી દીધો છે. અમેઝોન, ફ્લિપકાર્ટ, જિઓમાર્ટ સહિતની ઇ-કોમર્સ કંપનીઓએ 15 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી જબરદસ્ત ઓનલાઇન ઓફર ચલાવી હતી, આ સેલમાં આ ઇ-કોમર્સ કંપનીઓએ 35 હજાર કરોડતી વધુનો માલ વેચી દીધો છે.


એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં 15 થી 21 ઓક્ટોબર સુધી ચાલેલી ઓનલાઇન ફેસ્ટિવ સિઝન સેલ દરમિયાન ઇ-કોમર્સ કંપનીઓએ 35,400 કરોડનો માલ વેચી દીધો છે. આ વેચાણ માટે પાંચ દિવસ દરમિયાન જ નોંધાયુ છે. સામાન્ય રીતે અમેઝોન, ફ્લિપકાર્ટ, જિઓમાર્ટ સહિતની કંપનીઓ 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન કુલ 47900 કરોડ રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો હતો.

આ તમામ ઇ-કોમર્સ કંપનીઓમાં કોરોના મહામારીની અસર સહેજ પણ જોવા મળી નથી, આ તહેવારોના સેલમાં કંપનીઓએ સસ્તાં ભાવે લેપટૉપથી લઇને સ્માર્ટફોન, માઇક્રોવેવ, એસી, ફ્રિઝ સહિતની તમામ પ્રૉડક્ટને સેલ કરી છે.

ફાઇલ તસવીર

અમેઝોન ઇન્ડિયાએ અમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવ સેલ તથા ફ્લિપકાર્ટે બિગ બિલિયન ડેઝ સેલની શરૂઆત કરી હતી. અમેઝોન અને ફ્લિપકાર્ટ અનુસાર, તેના લાખો સેલર્સને નાના શહેરોથી મોટી સંખ્યામાં ઓર્ડર મળ્યા છે. અમેઝોન અનુસાર 48 કલાકમાં તેના 1.1 લાખ વિક્રેતાને ટિયર ટૂ અને થ્રી શહેરોમાંથી ઓર્ડરો મળ્યો છે. વળી, ફ્લિપકાર્ટે કહ્યું કે તેમને પણ ત્રણ લાખથી વધુ વિક્રેતાને નાના શહેરોમાંથી ઓર્ડર મળ્યા છે. ઉલ્લેખનીય છે કે અમેઝોન અને ફ્લિપકાર્ટે 16 અને 17 ઓક્ટોબરથી તહેવારી સેલ શરૂ કર્યા હતા.