WhatsApp: વોટ્સએપની માલિકીની કંપની મેટા યુઝર્સના અનુભવને સારો બનાવવા માટે સતત નવા ફીચર્સ લોન્ચ કરતી રહે છે. હવે કંપનીએ નવું ફીચર રોલઆઉટ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ એક સાથે બે વોટ્સએપ એકાઉન્ટને લોગ ઇન કરી શકે છે. જેનો અર્થ એ થયો કે યુઝર્સ એક ડિવાઇસ અને એક જ એપમાં બે વોટ્સઅપ એકાઉન્ટને લોગઇન કરી શકે છે.                     






મેટાના જણાવ્યા અનુસાર, આ નવું ફીચર તે યુઝર્સ માટે મદદરૂપ સાબિત થશે જેઓ પર્સનલ અને વર્ક પ્રોફાઈલ વચ્ચે સ્વિચ કરવા માંગે છે. આ સાથે યુઝર્સને દર વખતે એકાઉન્ટ સ્વિચ કરવા માટે બે અલગ-અલગ ફોનની જરૂર નહીં પડે. હવે ચાલો જાણીએ કે આ કેવી રીતે કામ કરે છે.                         


એક WhatsApp એપમાં બે એકાઉન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો


 


-સૌ પ્રથમ WhatsApp એપ ઓપન કરો અને બાદમાં રાઇટ સાઇડમાં ત્રણ ડોટ્સ પર ટેપ કરો


-આ પછી સેટિંગ્સ પર ટેપ કરો અને પછી એકાઉન્ટ પર ટેપ કરો.


-બાદમાં Add Account પર ટેપ કરો અને તમારું બીજું એકાઉન્ટ સેટઅપ કરો.


-એકવાર તમારું બીજું એકાઉન્ટ સેટ થઈ ગયા પછી તમારે એપ્લિકેશનની ઉપર રાઇટ સાઇડમાં ત્રણ ડોટ્સ પર ટેપ કરો. પછી તમે એકાઉન્ટ પર ટેપ કરીને એકાઉન્ટ્સ સ્વિચ કરી શકો છો.


-આ સર્વિસ હાલમાં માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આવનારા અઠવાડિયામાં યુઝર્સને નવું અપડેટ મળશે. આ સાથે Metaએ યુઝર્સને માત્ર ઓફિશિયલ એપ્સનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. અગાઉ કંપનીએ મલ્ટિ-ડિવાઈસ સર્વિસ રજૂ કરી હતી જે યુઝર્સને Android ટેબ્લેટ, બ્રાઉઝર અથવા કમ્પ્યુટર પર તેમના એકાઉન્ટ્સને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. મતલબ કે હવે તમે તમારા વોટ્સએપ એકાઉન્ટને એક સાથે બે ફોન પર ઉપયોગ કરી શકો છો.