નવી દિલ્હીઃ વૉટ્સએપ યૂઝર્સ માટે કંપની અવારનવાર ખુશખબર લાવી રહ્યુ છે, હવે આ લિસ્ટમાં વધુ એક ખુશીના સમાચાર છે કે કંપનીએ યૂઝર્સ માટે વૉટ્સએપમાં ડાર્ક મૉડ ફિચર રિલીઝ કરી દીધુ છે. છેલ્લા કેટલાય સમયથી આના પર કામ ચાલી રહ્યું હતુ, હવે આ બીટી વર્ઝનમાં આવી ચૂક્યુ છે.


હવે યૂઝર જેવો ડાર્ક મૉડને ઇનેબલ કરશે તેવી જ એપ ડાર્ક મૉડમાં આવી જશે, અને તમારી આંખો પર ઓછી અસર પડશે, રાતના સમયે કે અંધારામાં યૂઝર્સ એક્સપીરિયન્સ વધુ સારો બનશે.

આ પહેલા કેટલાક એવા સમાચારો પણ હતા કે કંપની વૉટ્સએપમાં ડાર્ક મૉડ ફિચર રિલીઝ નહીં કરે, પણ કંપનીએ લાંબા સમય બાદ આ ફિચર યૂઝર્સ માટે રિલીઝ કરી દીધુ છે. જેવા તમે સેટિંગ્સમાં જશો તો તમને થીમ સિલેક્શનની અંદર ડાર્કના નામથી આ ફિચર મળશે. જેવો યૂઝર ડાર્ક મૉડ પર ક્લિક કરશે તેવી જ એપની યુઆઇ ડાર્ક થઇ જશે.



ઉલ્લેખનીય છે કે, બીટા ટેસ્ટર્સ માટે હાલ આને રિલીઝ કરવામાં આવ્યુ છે, અને એવી કોઇ માહિતી આપવામાં નથી આવી કે બધા યૂઝર્સ માટે આને ક્યારે ખોલવામાં આવશે. બીટા વર્ઝન સામે આવતા જ સ્પષ્ટ થઇ બહુ જલ્દી આ ફિચરને ખોલી દેવામાં આવશે.

બીટા વર્ઝનનો ઉપયોગ કરવા માટે તમારે વૉટ્સએપના બીટા પ્રૉગ્રામની સાથે જોડાવવુ પડશે.