WhatsAppમા આવ્યું એક નવું ફિચર, ફેક ન્યૂઝ રોકવામાં કરશે મદદ
abpasmita.in
Updated at:
02 Aug 2019 09:49 PM (IST)
આ ફિચરની મદદથી યુઝર્સ એ જાણી શકશે કે મેસેજ ફોરવર્ડ થવાની ફ્રિકન્વસી શું છે. પાંચથી વધુ વખત કરવામાં આવેલા ફોરવર્ડ મેસેજ પર આ લેબલ દેખાશે.
NEXT
PREV
નવી દિલ્હીઃ મેસેજિંગ એપ WhatsApp એક નવુ ફિચર જાહેર કરી રહ્યું છે. ભારતીય યુઝર્સને આ ફિચર મળવાનું શરૂ થઇ ગયું છે. આ અગાઉ આ ફિચરનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતું.વાસ્તવમાં WhatsAppનું આ ફિચર ફેક ન્યૂઝ અને અફવાઓ પર લગામ લગાવવા માટે બનાવવામાં આવ્યું છે.WhatsAppનુ આ નવું ફિચર Frequently Forwarded મેસેજ માટે છે. આ ફિચર એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સ માટે આપવામાં આવ્યું છે. આ ફિચરની મદદથી યુઝર્સ એ જાણી શકશે કે મેસેજ ફોરવર્ડ થવાની ફ્રિકન્વસી શું છે. પાંચથી વધુ વખત કરવામાં આવેલા ફોરવર્ડ મેસેજ પર આ લેબલ દેખાશે.
લેટેસ્ટ વર્ઝન વોટ્સએપમાં આ ફિચર અપાઇ ચૂક્યું છે. WhatsApp એ ઘણા સમય અગાઉથી જ ફોરવર્ડ કરેલા મેસેજ પર એક લેબલની શરૂઆત કરી હતી. જેમાં એક સિંગલ એરો દેખાય છે જેનો અર્થ થાય છે કે આ મેસેજ ફોરવર્ડ છે. હવે એક નવા લેબલની શરૂઆત થઇ છે જે ડબલ એરોવાલું લેબલ છે.
WhatsAppએ કહ્યું કે, વોટ્સએપ પર પ્રાઇવેસી અને Intimacyને મેઇન્ટેન કરવા માટે કંપની ફોરવર્ડ મેસેજને લિમિટ કરે છે. મેસેજ ફોરવર્ડ ફક્ત પાંચ લોકોને એકસાથે મોકલી શકાય છે. જો એક મેસેજને એક યુઝર પાંચ વખતથી વધુ ફોરવર્ડ કરે છે તો ત્યાં Double Arrow નું લેબલ બનશે.
વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે, તાજેતરમાં જ અમે અમારા ફોરવર્ડ મેસેજ લેબલમાં એક અપડેટ જાહેર કર્યું છે જે લોકોને એ ઓળખવામાં મદદ મળશે કે રીસિવ કરેલો મેસેજ કેટલી વખત ફોરવર્ડ કરવામાં આવ્યો છે. યુઝર તેને ફોરવર્ડ કરશે તો તેને એક નોટિસ પણ અપાશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -