વેબ ઇટીએ ઇન્ફોના તાજેતરના રિપોર્ટ અનુસાર, જેમ કે પહેલા જાહેરાત કરવામાં આવી હતી, વૉટ્સએપ એક એવી ફેસિલિટી ડેવલપ કરી રહ્યું છે, જે લોકોને એક જ સમયે જુદાજુદી ડિવાઇસ પર તેનું વૉટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરવાની અનુમતિ આપે. રિપોર્ટમાં કહેવાયુ છે કે આ માટે વૉટ્સએપ એક નવી રીત ડેવલપ કરી રહ્યું છે.
નવી ફિચરથી યૂઝર્સ એકજ સમયમાં અલગ અલગ ફોન પર WhatAppનો ઉપયોગ કરી શકશે.
હાલમાં વૉટ્સએપ યૂઝર્સ રજિસ્ટડર્ડ ડિવાઇસ પર માત્ર એક જ એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે. જો કોઇ અન્ય ડિવાઇસ પર લૉગ ઇન કરવાની કોશિશ કરવામાં આવે છે તો જુના ડિવાઇસ પરથી એકાઉન્ટ લૉગઆઉટ કરવુ પડતુ હોય છે.
આ ઉપરાંત વૉટ્સએપ આઇઓએસ યૂઝર્સ માટે એક નવા બીટા અપડેટનો ટેસ્ટ કરી રહ્યું છે, જે હાઇડ મ્યૂટ સ્ટેટસ અપડેટ, સ્પ્લેશ સ્ક્રિન અને એપ બેઝ સુધારા જેવી ફેસિલિટી પ્રૉવાઇડ કરશે.