દેશની ત્રણ મોટી કંપનીઓ પોતાના નવા-નવા પ્લાન અને ઓફર્સથી યૂઝર્સને આકર્ષવામાં લાગ્યા છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે લોકો ઘરેથી જ કામ કરતા હતા. એવામાં મોબાઈલમાં ડેઈલી ડેટાની વધારે જરૂર પડતી હતી. નેટ યૂઝ કરતા 1GB અને 2GB ડેટા ક્યાં જતો રહે છે ખબર નથી પડતી. ડેઈલી ડેટા વપરાશ ખત્મ થયા બાદ નેટની સ્પીડ સ્લો થઈ જાય છે. આ પરેશાનીથી બચવા માટે તમે 3GB વાળો ડેટા પ્લાન લઈ શકો છો. અમે તમારે માટે Vi, Airtel અને Jio ના 3GB ડેટા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જાણો કયો પ્લાન રહેશે તમારા માટે બેસ્ટ.
Airtel નો 3GB ડેટા પ્લાન
એરટેલનો દરરોજ 3GB ડેટા આપતા 2 પ્લાન છે, જેમાં પ્રથમ પ્લાન 558 રૂપિયાનો છે જેમાં 56 દિવસની વેલિડિટી, કુલ 168GB ડેટા, દરરોજ 100 SMS અને કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગની સુવિધા મળે છે. બીજો પ્લાન 398 રૂપિયાનો છે જેમાં 28 દિવસની વેલિડિટી, 3 જીબી ડેટા, 100 SMS અને ફ્રી કોલિંગની સુવિધા મળે છે. બંને પ્લાનમાં Airtel Xstream પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
Vi નો 3GB ડેટા પ્લાન
વોડાફોન-આઈડિયા પાસે ડેઈલી 3GB ડેટા આપતા બે પ્લાન છે. પ્રથમ પ્લાન 558 રૂપિયાનો છે જ્યારે બીજો પ્લાન 398 રૂપિયાનો છે. બંને પ્લાનમાં 3 જીબી ડેટા, 100 SMS, કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગની સુવિધા મળે છે. બંને પ્લાનમાં વોડાફોન પ્લે અને જી5 સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. 558 વાળા પ્લાનમાં વેલિડિટ 56 દિવસની છે જ્યારે 398વાળા પ્લાનમાં 28 દિવસની છે.
Jioનો 3GB ડેટા પ્લાન
જિયો દરરોજ 3GB ડેટાવાળા 3 પ્લાન આપી રહ્યું છે. જેમાં 999, 401 અને 349 રૂપિયાવાળા પ્લાન છે. જિયોના 349 રૂપિયાના પ્લાનમાં તમને દરરોજ 28 દિવસ સુધી 3GB ડેટા મળે છે. પ્લાનમાં જિયો ટૂ જિયો ફ્રી કોલિંગ, બીજા નેટવર્ક પર 1,000 મિનિટ, દરરોજ 100 SMS ની સુવિધા મળે છે.જિયો એપ્સનું સબ્સક્રિપ્શન કૉમ્પલીમેન્ટ્રી છે.
Jio, Airtel અને Vi માંથી કોનો દરરોજ 3GB ડેટા પ્લાન છે બેસ્ટ, જાણો બધાની ઓફર્સ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Dec 2020 10:10 PM (IST)
અમે તમારે માટે Vi, Airtel અને Jio ના 3GB ડેટા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જાણો કયો પ્લાન રહેશે તમારા માટે બેસ્ટ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -