શું આપણે બધા નથી ઈચ્છતા આપણે ફેસબુક પર જોઈ શકીએ કે આપણા એફબી પ્રોફાઈલ પણ કોણે વિઝિટ કરી છે. તમે પણ જોઈ શકો છો કે તમારા એફબી પેઈજ પર કોણે વિઝીટ કરી છે.
ફેસબુક યૂઝર્સે એ જોઈ શકે છે કે તેમના ફેસબુક પર કોણે વિઝીટ કરી છે. જો કે, ફેસબુક મિત્રે તમારી પ્રોફાઇલની મુલાકાત ક્યારે લીધી તે જણાવશે નહી. જ્યારે IOS વપરાશકર્તાઓ પાસે તે જોવાનો વિકલ્પ છે કે કોણ તેમની ફેસબુક પ્રોફાઇલને જુએ છે.
iOS યુઝર્સ માટે આ રીત એકદમ સરળ છે. જ્યારે એન્ડ્રોઇડ યુઝર્સને આ માટે ડેસ્કટોપની જરૂર પડશે.
iOS યુઝર્સ આ ઓપ્શનને પ્રાઇવેસી સેટિંગમાં જઈને જોઈ શકે છે. આ માટે, તેઓએ તેમની ફેસબુક એપ્લિકેશન ખોલવી પડશે. ત્યાં ફેસબુકની સેટિંગ્સ પર જવું પડશે. સેટિંગ્સમાં, તેઓને પ્રાઇવેસી શોર્ટકટનો વિકલ્પ મળશે. અહીં Who viewed my profile પર ક્લિક કરીને તેઓ આ વિશે માહિતી મેળવી શકે છે.
એન્ડ્રોઇડ એપ્લિકેશન પર આવો કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી. તેમની પ્રોફાઇલ કોણે મુલાકાત લીધી છે તે શોધવા માટે તેમને ડેસ્કટોપની જરૂર પડશે. ડેસ્કટોપ અથવા પીસીની મદદથી તેઓ તેને સરળતાથી શોધી શકે છે.
એના માટે તેઓએ પહેલા પોતાના ડેસ્કટોપ પર Facebook.com પેજ ઓપન કરવાનું રહેશે. પેજ ઓપન કર્યા પછી લોગ ઈન કરી લેવો. લોગ ઈન કાર્ય પછી હોમ પેજ પર જાઓ. હોમ પેજ પર રાઈટ ક્લિક કર્યા પછી View page source ઓપ્શન પર ક્લિક કરો.
એનાથી તમારા ફેસબુકના હોમપેજના સોર્સ ઓપન થઇ જશે. એમાં BUDDY_IDને સર્ચ કરો. BUDDY_ID આગળ નામ જ લખ્યું હશે જેણે તમારી ફેસબુક પ્રોફાઈલ વિઝીટ કરી છે. તમે BUDDY_IDને facebook.com/profile ID (BUDDY_ID 15-digit code) ને આ રીતે નવા યુઆરએલમાં ઓપન કરી પ્રોફાઈલ વિઝીટરની ઓળખ કરી શકો છો. BUDDY_ID 15 ડિજિટનો કોડ હોય છે.