નવી દિલ્હી: શાઓમીએ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન Mi 9 ને લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન ગત વર્ષે કરેલા Mi 8 નો અપગ્રેડેડ વર્ઝન છે. Mi 9 સાથે એક્ઝપ્લોર એડિશન અને Mi 9 SE ને પણ લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન ગ્લોબલી મોબાઇલ વર્લ્ડ કૉંગ્રેસ 2019 બાર્સિલોનામાં 24 ફેબ્રુઆરીએ લોન્ચ થઇ શકે છે.
આ સ્માર્ટફોન ત્રણ કલર વેરિએન્ટમાં ઉપલ્ધ રહેશે.આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત લગભગ 31,800 રૂપિયા રાખવામાં આવી છે જે 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિએન્ટ સાથે આવે છે. જ્યારે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 35000 રૂપિયા છે.
Mi 9માં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે 48 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર આપવામાં આવ્યું છે. જ્યારે 12 અને 16 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ અને વાઇડ એંગલ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં ફ્રંટ કેમેરા 24 મેગાપિક્સલ આપવામાં આવ્યો છે.
Xiaomiએ ભારતમાં લોન્ચ કર્યા ‘સ્માર્ટ’ શૂઝ, જાણો કિંમત અને ફીચર્સ
ફોનમાં 5.97 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે. કંપનીનું આ પ્રથમ ડિવાઇસ છે જે ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 મોબાઇલ પ્લેટફોર્મ સાથે આવે છે. બેટરી 3500mAh છે. Mi9 સ્માર્ટફોન ગૂગલ પિક્સલ 3, એપલ આઈફોન XS અને સેમસંગ ગેલેક્સી S10ને ટક્કર આપશે.
શોઓમી ખાસ કરીને પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ નથી કરતી, એવામાં આ સ્માર્ટફોન પણ ભારતમાં લોન્ચ થવાની સંભાવના ઓછી છે.
આ યુઝર્સના એકાઉન્ટ ડિલીટ કરી રહ્યું છે WhatsApp, થઈ જાઓ ALERT