નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શ્યાઓમીએ A2નું અપગ્રેટેડ વેરિએન્ટ A3 સ્માર્ટફોનને ભારતમાં લૉન્ચ કરી દીધો છે. સ્પેનમાં લૉન્ચના એક મહિના બાદ A3 ભારતીય માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની ખાસિયત તેનો કેમેરો છે. ફોનના બેઝ મૉડલની કિંમત 12,999 રૂપિયાથી શરૂ થાય છે.

શ્યાઓમી એમઆઇ A3ના 4GB રેમ અને 64GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 12,999 રૂપિયા છે, જ્યારે 6GB રેમ અને 128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 15,999 રૂપિયા રાખવામાં આવી છે.



શ્યાઓમી Mi A3ની ખાસિયતો...

Mi A3 સ્માર્ટફોનમાં 6.08 ઇંચની એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, ફોનમાં વૉટર નૉચ, ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રૉટેક્શન આપવામાં આવ્યુ છે. ઉપરાંત ક્વાલકૉમ સ્નેપડ્રેગન 665 પ્રૉસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


કેમેરામાં, Mi A3 ફોનને કંપનીએ ખાસ બનાવવાની કોશિશ કરી છે. બેક પેનલ પર ત્રિપલ કેમેરા સેટઅપ છે, જેમાં 48 એમપી પ્રાઇમરી સેન્સર, 8 એમપી અલ્ટ્રાવાઇડ એન્ગલ સેન્સર અને 2 એમપીનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યુ છે, એટલે ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે 32 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

ફોનમાં બેટરી 4,030mAhની, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ઉપરાંત ટાઇપ સી પોર્ટ છે અને ફોન સ્ટૉક એન્ડ્રોઇડ 9 Pie પર ચાલે છે.