નવી દિલ્હીઃ એપલે આઇફોન 12ને તાજેતરમાં જ લૉન્ચ કરી છે. આ સીરીઝના રિટેલ બૉક્સમાં કંપની ચાર્જિંગ એડોપ્ટર નથી આપી રહી. એપલનું કહેવુ છે કે તે પ્લેનેટને બચાવવા માટે આવુ કરી રહી છે. જોકે આઇફોન 12ની સાથે ચાર્જર ના આપવાને શ્યાઓમી એક મોકો ગણી રહી છે. શ્યાઓમીએ એપલ આઇફોન 12 સીરીઝ માટે ડેડિકેટેડ યુએસબી-સી પાવર ડિલીવરી એડૉપ્ટર લૉન્ચ કર્યુ છે. આ એડૉપ્ટર 20 વૉટનુ ચાર્જિંગ ઓફર કરે છે.


કંપનીએ આઇફોન 12ના આ ચાર્જિંગ એડૉપ્ટરને હજુ માત્ર ચીનમાં જ લૉન્ચ કર્યુ છે. ચીનમાં આની કિંમત 39 યુઆન (લગભગ 434 રૂપિયા) છે. આ ચાર્જરનુ સેલ 3 નવેમ્બરથી શરૂ થશે. આ ચાર્જર આઇફોન 12 ઉપરાંત બીજા કોઇપણ આઇફોનને પણ સપોર્ટ કરી શકે છે.

પ્રતિકાત્મક તસવીર

આઇફોનને પણ સપોર્ટ કરે છે.
શ્યાઓમીના 20 વૉટ ટાઇપ-સી ચાર્જર હાઇ પ્રીસિઝન રેસિસ્ટન્ટ કેપેસિટિવ સેન્સિંગ ડિવાઇસનો ઉપયોગ કરે છે. આ ઓવર વૉલ્ટેજ પ્રૉટેક્શન, ઓવર કરન્ટ પ્રૉટેક્શન, શોર્ટ સર્કિટ પ્રૉટેક્શન, ઓવર ટેમ્પરેચર પ્રૉટેક્શન જેવા ફિચર્સ સાથે આવે છે.