નવી દિલ્હીઃ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ચાઇનીઝ ફોનની ભારતમાં બોલબાલા રહી છે, શ્યાઓમી આ લિસ્ટમાં નંબર વન પર છે. તાજેતરમાં જ શ્યાઓમીનો લૉન્ચ થયેલો Mi 11 ફોનની ખુબ ચર્ચા છે. આ ફોનનો દબદબો ફરી એકવાર દેખાયો કેમકે આ ફોનની પહેલી સેલના પહેલા દિવસે માત્ર પાંચ મિનીટની અંદર 3,50,000 ફોન વેચાઇ ગયા. એટલુ જ નહીં કંપનીએ નવા વર્ષના પહેલા દિવસે માત્ર પાંચ મિનીટમાં 1.67 કરોડ રૂપિયાના સ્માર્ટફોન સેલ કર્યા છે.


નવી સીરીઝ કરી લૉન્ચ
વળી Xiaomiએ ચીનમાં Mi 11 સ્માર્ટફોન સીરીઝને લૉન્ચ કરી દીધી છે. આ અંતર્ગત બે સ્માર્ટફોનને માર્કેટમાં ઉતાર્યા છે. જેમાં Mi 11, Mi 11 Pro સામેલ છે. આ બન્ને ફોન 5G ટેકનોલૉજી વાળા છે. આમાં સૌથી લેટેસ્ટ પ્રૉસેસર Qualcomm Snapdragon 888નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Xiaomiના આ ડિવાઇસ ચાર્જર વિના જ આવશે.

આ છે કિંમત
Xiaomi Mi 11ના 8GB રેમ અને 128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત CNY 3,999 છે, જ્યારે આના 8GB રેમ 256GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત CNY 4,299 છે. આ ઉપરાંત Xiaomi Mi 11ના 12GB રેમ 256GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત CNY 4,699 નક્કી કરવામાં આવી છે. Mi 11 પાંચ કલર ઓપ્શનમાં અવેલેબલ છે, જેમાં સ્ટાન્ડર્ડ વ્હાઇટ, બ્લૂ, બ્લેક ઓપ્શન સામેલ છે.

(ફાઇલ તસવીર)