Xiaomi TV ES Pro Launch: જો તમે તમારા ઘરમાં બેસીને જ મૂવી જોતા જોતા સિનેમા હૉલની મજા લેવાનુ વિચારી રહ્યાં છો, તો તમારા માટે આ ખાસ સમાચાર છે. અહીં અમે તમને એક શાનદાર સ્માર્ટ ટીવી વિશે બતાવી રહ્યાં છીએ, જે હાલમાં જ લૉન્ચ થયુ છે. ચીની સ્માર્ટફોન બ્રાન્ડ શ્યાઓમી (Xiaomi) એ તાજેતરમાં જ Xiaomi TV ES Proને માર્કેટમાં ઉતાર્યુ છે. આ સ્માર્ટ ટીવીને માર્કેટમાં ત્રણ અલગ અલગ ડિસ્પ્લે સાઇઝમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ છે. શાનદાર ડિસ્પ્લેની સાથે સાથે સ્માર્ટ ટીવીના બાકીના ફિચર્સ પણ ખુબ ધાંસૂ છે. જાણો શું છે Xiaomi TV ES Pro સ્માર્ટ ટીવીના ફિચર્સ અને તેના અલગ અલગ મૉડલની કિંમત........... 


Xiaomi TV ES Pro ના ફિચર્સ - 
Xiaomi TV ES Pro સ્માર્ટ ટીવીને ત્રણ નવી ડિસ્પ્લે સાઇઝ 55-ઇંચ, 65-ઇંચ અને 75-ઇંચમાં લૉન્ચ કરવામાં આવી છે. આ ત્રણેય મૉડલ્સમાં તમને 120Hzનો રિફ્રેશ રેટ, 120Hzનો MEMC સપોર્ટ, 700nitsની પીક બ્રાઇટનેસ અને એચડીઆર સપોર્ટ મળી રહ્યો છે. Xiaomi TV ES Proમાં તમને HDMI 2.1, VRR, AALM અને AMD FreeSync સર્ટિફિકેશન મળી રહ્યું છે. આ ટીવી 3GB RAM અને 32GB સ્ટૉરેજની સાથે ઉપલબ્ધ છે, અને આમાં ક્વાડકૉર A73 પ્રૉસેસર લગાવવામાં આવ્યુ છે. 4K રિઝૉલ્યૂશન વાળી આ ટીવી બે 12.5W ના સ્પીકર્સ સપોર્ટની સાથે આવે છે. 


Xiaomi TV ES Proની કિંમત - 
Xiaomi TV ES Pro સ્માર્ટ ટીવીના ત્રણેય ડિસ્પ્લે સાઇઝ વાળા મૉડલ્સને પ્રી-બુક કરવામાં આવી શકે છે, પરંતુ અહીં એ સ્પષ્ટ કરી દઇએ કે, આ સ્માર્ટ ટીવીને હાલમાં માત્ર ચીનમાં જ લૉન્ચ કરવામાં આવ્યુ છે, ભારત અને અન્ય દેશોમાં ક્યારે લૉન્ચ કરવામાં આવશે તેના વિશે હજુ સુધી કોઇ જાણકારી સામે નથી આવી.


હવે વાત કિંમતની કરીએ તો, Xiaomi TV ES Proના 55-ઇંચ વાળા વેરિએન્ટને $488 (લગભગ 39 હજાર રૂપિયા), 65-ઇંચ વાળા મૉડલ $635 (લગભગ 51 હજાર રૂપિયા) અને 75-ઇંચ વાળા મૉડલને $1035 (લગભગ 83 હજાર રૂપિયા)ની કિંમત પર લૉન્ચ કરવામાં આવ્યુ છે.


 


આ પણ વાંચો.......... 


Gujarat corona: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 777 કેસ નોંધાયા, 626 દર્દી થયા સાજા


Sri Lanka Crisis: 'સંકટમાં ફક્ત ભારત જ અમારી મદદ કરી રહ્યુ છે', શ્રીલંકાના ઉર્જામંત્રીએ કરી પ્રશંસા


Horoscope Today 17 July 2022: મેષ, કર્ક, તુલા રાશિએ ન કરવું જોઈએ આ કામ, જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ


India Corona Cases Today: ભારતમાં કોરોના રસીકરણનો આંક 200 કરોડ નજીક, સતત ચોથા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ


Gujarat Education News: ગુજરાતની શાળાઓમાં ક્લાર્ક તથા પટાવાળાની અછત, 13 વર્ષથી નથી કરવામાં આવી ભરતી, જાણો વિગત


મેઘરાજાના વિરામ બાદ ડાંગમાં જોવા મળ્યા તારાજીના દ્રશ્યો, પૂર્ણા નદીના પાણી ઓસરતા મળ્યા પાંચ મૃતદેહો