નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમી વધુ એક મોબાઇલ ફોન આગામી સમયમાં ભારતમાં લૉન્ચ કરી શકે છે. રિપોર્ટ છે કે કંપની રેડમી 9 પાવરથી ભારતમાં પકડ મજબૂત કરશે, આ ફોનને લઇને કેટલીક જાણકારી પણ લીક થઇ છે. આ ફોન આગામી સમયમાં લૉન્ચ થઇ જશે હાલ તેના પર કામ ચાલી રહ્યું છે.


મોાબાઇલ પર અપડેટ રાખનારી મીડિયા રિપોર્ટમાં કહેવાયુ છે કે શ્યામી આગામી સમયમાં એમઆઇ 10આઇની સાથે રેડમી 9 પાવરને લૉન્ચ કરી શકે છે. Redmi Note 9 એક 4G વેરિએન્ટ હશે, Redmi 9 Powerના નામથી લૉન્ચ કરાશે. આ ફોનને 4GB રેમ + 64GB સ્ટૉરેજ અને 4GB રેમ + 128GB સ્ટૉરેજ વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. વળી આ હેન્ડસેટ બ્લેક, બ્લૂ અને ગ્રીન કલર ઓપ્શનમાં અવેલેબલ થશે.

(પ્રતિકાત્મક તસવીર)

Redmi 9 Powerના સંભવિત સ્પેશિફિકેશન
લીક રિપોર્ટ્સ પ્રમાણે Redmi 9 Power સ્માર્ટફોનમાં 6.53 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે હશે, આની સાથે Gorilla Glass 3 આપવામાં આવશે. આ ઉપરાંત ત્રિપલ રિયલ કેમેરા સેટએપ મળશે. જેમાં 48MPનુ પ્રાઇમર સેન્સર, 8MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને 2MPનુ ડેપ્થ સેન્સર પણ હશે. વળી ફ્રન્ટમાં 8MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવશે.

અન્ય ફિચર્સની વાત કરીએ તો કંપની Redmi 9 Powerમાં 6,000mAhની બેટરી આપશે. જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે. આ ઉપરાંત હેન્ડસેટમાં કનેક્ટિવિટી માટે વાઇ-ફાઇ, જીપીએસ, બ્લૂટૂથ, યુએસબી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવશે.