નવી દિલ્હીઃ ચીની ફોન નિર્માતા કંપી શ્યાઓમી હવે એક એવો સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહી છે, જે બધાથી અલગ હોય. આના પર કંપની કામ કરી રહી છે. કહેવાઇ રહ્યું છે કે આ કંપનીના Xiaomi Mi Mix Alpha સ્માર્ટફોનનુ કૉમર્શિયલ વેરિએન્ટ હોઇ શેક છે.
ફોન વિશે રિપોર્ટ સામે આવ્યો છે, તેમાં ફોનની ડિઝાઇન અને ફિચર્સ બહાર આવ્યા છે, એટલે કે ફરી એકવાર ફોનની પેટન્ટ ડિઝાઇન લીક થઇ છે. ખાસ વાત છે કે આ ફોનમાં બે ડિસ્પ્લે, એઆઇ ઝૂમ કેમેરા અને ટ્રાન્સપરન્ટનો જબરદસ્ત ફિચર્સ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે શ્યાઓમીએ ગયા વર્ષે Xiaomi Mi Mix Alphaને રજૂ કર્યો હતો, તેને હજુ સુધી માર્કેટમાં નથી ઉતાર્યો. આ કંપનીનો એક કૉન્સેપ્ટ ફોન હતો. જોકે, નવી પેટન્ટ સામે આવ્યા બાદ આશા છે કે કંપની Xiaomi Mi Mix Alphaને નવી ડિઝાઇન સાથે ફરી રિલૉન્ચ કરી શકે છે.
લીક થયેલી માહિતી પ્રમાણે, ફોનમાં એક રેપ -અરાઉન્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે ફોનની બન્ને બાજુ છે. આ રીતે યૂઝર્સને ફોનમાં આગળ અને પાછળ એમ બન્ને બાજુ બે અલગ અલગ ડિસ્પ્લે મળી જશે. આગળની બાજુ પ્રાઇમરી ડિસ્પ્લે હશે, અને પાછળની બાજુએ સેકન્ડરી ડિસ્પ્લે હશે.
આ કંપની લાવી રહી છે બે ડિસ્પ્લે અને ટ્રાન્સપરન્ટ વાળો ફોન, તસવીરોથી થયો ખુલાસો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jul 2020 02:42 PM (IST)
ફોન વિશે રિપોર્ટ સામે આવ્યો છે, તેમાં ફોનની ડિઝાઇન અને ફિચર્સ બહાર આવ્યા છે, એટલે કે ફરી એકવાર ફોનની પેટન્ટ ડિઝાઇન લીક થઇ છે. ખાસ વાત છે કે આ ફોનમાં બે ડિસ્પ્લે, એઆઇ ઝૂમ કેમેરા અને ટ્રાન્સપરન્ટનો જબરદસ્ત ફિચર્સ સામેલ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -