xiaomi ભારતમાં એક નવો બજેટ સ્માર્ટફોન 9 લૉન્ચ કરવા જઈ રહ્યું છે. Redmi 9, 27 ઓગસ્ટે ઈ-કોમર્સ સાઈટ અમેઝેન દ્વારા લોન્ચ થશે. જો કે Redmi 9 ઈન્ટરનેશનલ માર્કેટ્સમાં પહેલા જ લોન્ચ થઈ ચૂક્યો છે. પરંતુ ઈન્ડિયન વેરિઅએન્ટ Redmi 9A અથવા Redmi 9C નું એક નવું વર્ઝન હોઈ શકે છે.

Redmi 9 ના સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં, 6.53 ઈંચ ડિસ્પ્લે સાથે HD + 720 x 1600 પિક્સલ-સ્ક્રીન રિઝોલ્યૂશનમાં આવશે. આ ફોન એક ઓક્ટા કોર મીડિયાટેક હીલિયો G35 પ્રોસેસર, 2GB અને 3GB રેમ ઓપ્શન્સ અને 64 GB સુધી ઓનબોર્ડ સ્ટોરેજનો સ્પોર્ટ કરી શકે છે. અમેઝોન માઈક્રોસોફ્ટ અનુસાર આ સ્માર્ટફોનમાં Android 10 ઓપરેટિંગ સિસ્ટમ અને MIUI 12 આપવામાં આવ્યું છે.

કેમેરાની વાત કરીએ તો રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ સપોર્ટ કરશે.જેમાં 13 અને 2 મેગાપિક્સલ સેન્સર હશે. જ્યારે સેલ્ફી માટે ફ્રન્ટમાં 5 મેગાપિક્સલ કેમેરા હશે.

આ સ્માર્ટફોનમાં 10W ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી હોઈ શકે છે. આ ફોનની કિંમત અંગે હાલ કોઈ જાણકારી આપવામાં આવી નથી.