Year Ender 2025: છેલ્લા ઘણા સમયથી ફોલ્ડેબલ ફોનની માંગ વધી રહી છે. સેમસંગ અને ગુગલ સહિત ઘણી કંપનીઓએ તેમના ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યા છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે. આ ટ્રેન્ડ આવતા વર્ષે પણ ચાલુ રહેવાની ધારણા છે. જો તમે નવા વર્ષ માટે ફોલ્ડેબલ ફોન ખરીદવા માંગતા હોય તો અમે તમારા માટે આ વર્ષે ભારતમાં લોન્ચ થયેલા ફોલ્ડેબલ ફોનની યાદી લાવ્યા છીએ.

Continues below advertisement

Samsung Galaxy Z Fold 7

સેમસંગે જુલાઈ 2025 માં Samsung Galaxy Z Fold 7  ફોન લોન્ચ કર્યો હતો. તેમાં 8-ઇંચનો મુખ્ય ડિસ્પ્લે અને 6.5-ઇંચનો કવર ડિસ્પ્લે છે. સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર દ્વારા સંચાલિત, આ ફોનમાં 200MP પ્રાઇમરી કેમેરા, 10MP ટેલિફોટો લેન્સ અને 12MP અલ્ટ્રા-વાઇડ લેન્સ છે. 4400mAh બેટરી સાથે, આ ફોનની કિંમત ₹174,999 થી શરૂ થાય છે.

Continues below advertisement

Samsung Galaxy Z Flip 7

સેમસંગે જુલાઈમાં ઝેડ ફોલ્ડ 7 ની સાથે ઝેડ ફ્લિપ 7 લોન્ચ કર્યો હતો. જ્યારે તેને ખોલવામાં આવે છે ત્યારે તેમાં 6.9-ઇંચ AMOLED ડિસ્પ્લે છે, જ્યારે તેનું કવર ડિસ્પ્લે 4.1 ઇંચનું છે, જે તમને ડિવાઇસ ખોલ્યા વગર એપ્લિકેશન્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. તે એક્ઝીનોસ 2500 ચિપસેટ અને 4300mAh બેટરી દ્વારા સંચાલિત છે. તેમાં 50MP મુખ્ય કેમેરા છે. તેની કિંમત ₹109,999 થી શરૂ થાય છે.

Vivo x fold 5 

વિવોએ જુલાઈમાં તેનો ફોલ્ડેબલ ફોન Vivo x fold 5  લોન્ચ કર્યો હતો. તેમાં 8.03-ઇંચ LTPO AMOLED મુખ્ય સ્ક્રીન અને 6.5-ઇંચ કવર સ્ક્રીન છે, બંને 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે છે. સ્નેપડ્રેગન 8 Gen 3 ચિપસેટ દ્વારા સંચાલિત, ફોનમાં શક્તિશાળી 6000mAh બેટરી છે. તેમાં 50MP કેમેરા સાથે ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે. તેને ₹149,999 માં ખરીદી શકાય છે.

Google Pixel 10 Pro Fold

ગૂગલે આ ફ્લેગશિપ ડિવાઇસ ઓગસ્ટમાં લોન્ચ કર્યો તો.  તેમાં 8-ઇંચની મુખ્ય ડિસ્પ્લે અને 6.4-ઇંચનો કવર ડિસ્પ્લે મળે છે, જે બંને 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. તે ગૂગલના ટેન્સર G5 ચિપસેટ દ્વારા સંચાલિત છે. તેમાં  48MP+10.8MP+10.5MP ટ્રિપલ કેમેરા સેટઅપ છે. તે 5,015mAh બેટરી દ્વારા સંચાલિત છે. તે ₹172,999 ની પ્રારંભિક કિંમતે ખરીદી માટે ઉપલબ્ધ છે.