નવી દિલ્હીઃ આજના જમાનામાં આપણે બધા ગૂગલ મેપ્સનો ખુબ ઉપયોગ કરીએ છીએ, કોઇપણ નવી જગ્યાએ જવુ હોય તો આપણે પહેલા લોકોને પુછીને રસ્તો શોધતા હતા, પરંતુ આજકાલ મોબાઇલમાં રહેલી Google Maps તમને તમામ રસ્તાઓ એક જ ક્લિકમાં બતાવી દે છે. જોકે, ઘણીવાર Google Maps ચલાવવા માટે ઇન્ટરનેટ ના હોય તો પણ મુશ્કેલી પડી જાય છે. આવામાં ગૂગલ મેપ્સ કઇ રીતે ચાલશે ? અહીં અમે તમને ગૂગલ મેપ્સ (Google Maps) ને ઓફલાઇન ઉપયોગ કરવાની આસાની રીત બતાવી રહ્યાં છીએ.......  


ખરેખરમાં, ગૂગલ મેપ્સ પર તમને સુવિધા આપવામાં આવે છે કે તમે કોઇપણ લૉકેશન કે એરિયાને સેવ કરી શકો. જોકે આ કામ તમને તે સમયે જ નિપટાવી લેવુ પડશે, જ્યારે ફોનમાં ઇન્ટરનેટ ચાલી રહ્યુ છે. બાદમાં આ સેવ કરવામાં આવેલા ડેટાના ઉપયોગ તમે ઓફલાઇન મૉડમાં કરી શકો છો. આ રીત એન્ડ્રોઇડ અને iOS બન્ને સ્માર્ટફોન પર કરી શકાય છે. જાણો શું છે રીત......... 


Offline મૉડમાં આ રીતે ચલાવો Google Maps


સ્ટેપ 1: સ્માર્ટફોનમાં Google Maps એપ ખોલો.


સ્ટેપ 2: આ પછી ઉપર ડાબી બાજુ પોતાના પ્રૉફાઇલ પિક્ચર પર ટેપ કરો, અને ઓફલાઇન મેપ્સ સિલેક્ટ કરો. 


સ્ટેપ 3: આ પછી 'Select your own map' પર ટેપ કરો અને તે જગ્યાને સિલેક્ટ કરો જ્યાં તમે જઇ રહ્યાં છો. 


સ્ટેપ 4: આ પછી મેપ ડાઉનલૉડ થઇ જશે અને તમે આને ઓફલાઇન પણ એક્સેસ કરી શકો છો. 


ઇન્ટરનેટ વિના Google Mapsનો ઉપયોગ કરવા માટે, મેપ તમારા સ્માર્ટફોનમાં સ્ટૉર થવો જોઇએ. ખાસ વાત છે કે જ્યારે પણ તમે ફોનને Wi-Fi સાથે કનેક્ટ કરશો, તો ડાઉનલૉડ કરવામાં આવેલો મેપ ઓટોમેટિકલી અપડેટ થઇ જશે.


 


આ પણ વાંચો......... 


ડાયટિંગમાં ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ભરપેટ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો વેઇટ લોસન કારગર ટિપ્સ


વજન ઉતારવું હોય તો આ બે આદત હોય તો તાત્કાલિક છોડી દો, નહિ તો નહિ મળે રિઝલ્ટ


Skin care tips: પાર્લર જેવો નિખાર મેળવવા માટે આ કારગર ટિપ્સને કરો ફોલો, ઇન્સ્ટન્ટ ગ્લો મળશે


Parenting tips: બાળકની હાઇટ ઓછી હોવાથી પરેશાન છો? તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ


Post Office Recruitment 2022: 10 પાસ માટે પોસ્ટલ વિભાગમાં ભરતી બહાર પડી, સરકારી નોકરી સાથે આકર્ષક પગાર મેળવવાની તક


પરીક્ષા વિના સરકારી કંપનીમાં મેનેજર બનવાની સુવર્ણ તક, બસ આટલી લાયકાત હોવી જોઈએ, 2 લાખથી વધુ હશે પગાર