નવી દિલ્હીઃ વીડિયો સ્ટ્રીમિંગ એપ યુટ્યૂબમાં હવે ફરી એકવાર યૂઝર્સ હાઇ ડેફિનેશન (એચડી) વીડિયોની મજા લઇ શકશે. કંપનીએ છેલ્લા કેટલાક સમયથી લાગેલી રોકને હટાવી લીધી છે, અને યૂઝર્સ ફૂલ-એચડીની મજા પણ લઇ શકે છે.
કોરોના વાયરસ મહામારીના કારણે થયેલા લૉકડાઉન બાદ કેન્દ્ર સરકારે દરેક સ્ટ્રીમિંગ એપને માત્ર એસડી ક્વૉલિટીમાં જ વીડિયો જોવાનો વિકલ્પ આપ્યો હતો. સરકારે આ પગલુ એટલા માટે ભર્યુ હતુ જેથી લૉકડાઉન દરમિયાન વધારેમાં વધારે ઇન્ટરનેટના ઉપયોગના કરણે બેન્ડવિડ્થ બચી રહે.
જોકે, કંપનીએ આ સુવિધા હાલ વાઇ-ફાઇ સાથે કનેક્ટેડ મોબાઇલ ફોનમાં યુટ્યૂબ એપ જ એવેલેબલ કરાવી છે. જ્યારે મોબાઇલ ડેટાથી ચાલનારી એપ પર હજુ પણ સ્ટાન્ડર્ડ ડેફિનેશન (એસડી) ક્વૉલિટીમાં જ વીડિયો જોઇ શકાશે. કંપની તરફથી આ સંબંધમાં કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પણ આ સુવિધા બધા યૂઝર્સ માટે અવેલેબલ છે અને ના ફક્ત યુટ્યૂબ પ્રીમિયરના સબ્સક્રાઇબર્સ માટે.
ડેસ્કટૉપ પર મળી રહી હતી HD ક્વૉલિટી
કેન્દ્ર સરકારના આદેશ બાદ તમામ ઓટીટી પ્લેટફોર્મે એચડી ક્વૉલિટી (720p થી ઉપર) ને હટાવી દીધી હતી, અને માત્ર એસડી વીડિયો (480p સુધી) નો ઓપ્શન આપ્યો હતો.
જોકે, યુટ્યૂબ પર આ સ્થિતિ ફક્ત મોબાઇલ ફોન પર ચાલનારી એપ માટે જ લાગુ હતી, ડેસ્ટટૉપ પર વેબ બ્રાઉઝર મારફતે ચલાવનારા યુટ્યૂબ પર આ દરમિયાન એચડી ક્વૉલિટી વિકલ્પ અવેલેબલ હતો.
YouTubeએ મોબાઇલ એપ પર ફરીથી શરૂ કરી HD સ્ટ્રીમિંગ, ફક્ત આ યૂઝર્સને જ મળશે લાભ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jul 2020 03:42 PM (IST)
કોરોના વાયરસ મહામારીના કારણે થયેલા લૉકડાઉન બાદ કેન્દ્ર સરકારે દરેક સ્ટ્રીમિંગ એપને માત્ર એસડી ક્વૉલિટીમાં જ વીડિયો જોવાનો વિકલ્પ આપ્યો હતો. સરકારે આ પગલુ એટલા માટે ભર્યુ હતુ જેથી લૉકડાઉન દરમિયાન વધારેમાં વધારે ઇન્ટરનેટના ઉપયોગના કરણે બેન્ડવિડ્થ બચી રહે
- - - - - - - - - Advertisement - - - - - - - - -