Google AI Tool: ગૂગલ આવતી 13 ઓગસ્ટે 'મેડ બાય ગૂગલ' નામની ઇવેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ઇવેન્ટમાં કંપની તેના નવી જનરેશનના નવા સ્માર્ટફોન Pixel 9 ને દુનિયાની સમક્ષ રજૂ કરવા જઈ રહી છે. આના સિવાય ગૂગલ પીક્સલ 9 માં નવા એડવાન્સ AI ફીચર્સનો સમાવેશ કરાશે. એન્ડ્રોઈડ ઓથોરિટીના એક રિપોર્ટ અનુસાર, ગૂગલના AI ટૂલનું નામ "Google AI" હોઈ શકે છે. તેની મદદથી તમે કંઈપણ સાચવવા, શોધવા અને ગોઠવવામાં સમર્થ હશો.


પિક્સેલનું સ્ક્રીનશોટ ફીચર કેવી રીતે કામ કરશે?
Google AIમાં આવનારા લેટેસ્ટ ફીચર્સમાં Pixel સ્ક્રીનશોટ ફીચર પણ સામેલ છે. પિક્સેલ સ્ક્રીનશોટ માઇક્રોસોફ્ટના પ્રખ્યાત રિકોલ ફીચરની યાદ અપાવે છે. જેમ રિકોલ તમારા તમામ કામના સ્ક્રીનશોટ લે છે, ત્યારે Pixel સ્ક્રીનશોટ ફક્ત તે સ્ક્રીનશોટ પર જ કામ કરે છે જે તમે લેવા માંગો છો. પિક્સેલ સ્ક્રીનશોટ તમને તમારા સ્ક્રીનશોટ દ્વારા શોધવાની મંજૂરી આપશે. એટલું જ નહીં, તમે આ ફીચર દ્વારા પૂછી શકશો કે ફોટામાં શું છે અને આ ફીચર તમને તમે જે પણ જાણવા માંગશો તેની માહિતી આપશે.


ગૂગલની એડ મી ફીચર
આ ફીચરની વાત કરીએ તો આ ફીચરની મદદથી તમે કોઈને પણ ગ્રુપ ફોટો લીધા પછી તેમાં અન્ય કોઈને પણ એડ કરી શકો છો. આ ફીચરને Pixel 8ના "બેસ્ટ ટેક" ફીચરમાં અપગ્રેડ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે આ અંગેની બાબતો હજુ સુધી સામે આવી નથી. 


સ્ટુડિયો પિક્સેલ પણ એક પાવરફુલ ફીચર છે
યુઝર્સને Google AIમાં સ્ટુડિયો પિક્સેલ ફીચર પણ મળશે. જેનો ઉપયોગ કરીને તમે તમારા ફોન પર જ ઈમેજ, સ્ટીકર્સ અને ઘણું બધું બનાવી શકશો. રિપોર્ટ અનુસાર, આ AI ટૂલ ઈમેજ ક્રિએટરની જેમ કામ કરશે. હાલમાં, Google AI અને તેની નવીનતમ સુવિધાઓ વિશે કંપની દ્વારા કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી, આ તમામ અંગે વધુ માહિતી માટે દરેકને 13 ઓગસ્ટના રોજ મેડ બાય ગૂગલ ઇવેન્ટની રાહ જોવી પડશે.